________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪ : અધ્યાત્મ-સંદેશ
અહીં સમ્યગ્દષ્ટિ કઈ રીતે નિર્વિકલ્પઅનુભવ કરે છે તે બતાવ્યું છે, તેમના ઉદાહરણ પ્રમાણે બીજા જીવોને પણ નિર્વિકલ્પઅનુભવ કરવાનો એ જ ઉપાય છે–એમ સમજી લેવું.
સમ્યગ્દષ્ટિને શુભાશુભ વખતે સવિકલ્પદશામાં સમ્યક્ત્વ કયા પ્રકારે વર્તતું હોય છે તે સમજાવ્યું; હવે કહે છે કે ‘તે સમ્યગ્દષ્ટિ કદાચિત સ્વરૂપધ્યાન કરવાનો ઉદ્યમી થાય છે'–ચોથા ગુણસ્થાને કાંઈ સમ્યગ્દષ્ટિને વારંવાર સ્વરૂપધ્યાન નથી હોતું, પણ કયારેક શુભાશુભ પ્રવૃત્તિથી દૂર થઈ, શાંતપરિણામ વડે સ્વરૂપનું ધ્યાન કરવાનો ઉદ્યમ કરે છે, જે સ્વરૂપનો અપૂર્વ સ્વાદ સ્વાનુભવમાં ચાખ્યો છે તેને ફરીફરી અનુભવવા માટે તે ઉદ્યમ કરે છે. ત્યારે પ્રથમ તો સ્વ-પરના સ્વરૂપનું ભેદવિજ્ઞાન કરે એટલે કે પહેલાં જે ભેદજ્ઞાન કરેલું છે તેને ફરી ચિંતનમાં લ્યે; આ સ્થૂલ જડ દેાદિ તો મારાથી સ્પષ્ટ ભિન્ન છે, તેના કારણરૂપ અંદરના સૂક્ષ્મ દ્રવ્યકર્મો તે પણ આત્મસ્વરૂપથી અત્યંત જુદા છે, બંનેની જાત જ જુદી છે; હું ચૈતન્ય ને એ જડ, હું પરમાત્મા ને એ ૫૨માણુ-એમ બંનેની ભિન્નતા છે, ને ભિન્નતા હોવાથી તે કર્મ મારું કાંઈ કરે નહિ. હવે અંદર આત્માની પર્યાયમાં ઊપજતા જે રાગ-દ્વેષ-ક્રોધાદિ ભાવકર્મો તેનાથી પણ મારું સ્વરૂપ અત્યંત જુદું છે; મારા જ્ઞાનસ્વરૂપની ને એ રાગાદિ પરભાવોની જાત જુદી છે; રાગનું વેદન તો આકુળતારૂપ છે ને જ્ઞાનનું વેદન તો શાંતિમય છે. –આમ ઘણા પ્રકારે દ્રવ્યકર્મ-નોકર્મ ને ભાવકર્મથી પોતાના સ્વરૂપની ભિન્નતાને ચિંતવે; એ બધાયથી ભિન્ન ચૈતન્યચમત્કારમાત્ર જ હું છું-એમ વિચારે. જીઓ, આવા વસ્તુસ્વરૂપના નિર્ણયમાં જ જેની ભૂલ હોય તેને તો સ્વરૂપના ધ્યાનનો સાચો ઉધમ ઉપડે નહિ. કેમકે જેનું ધ્યાન કરવાનું છે તેને પહેલાં ઓળખવું તો જોઈએ ને! ઓળખ્યા વગર ધ્યાન કોનું? એ પ્રમાણે સ્વ-૫૨ની ભિન્નતાના વિચારથી પરિણામને જરાક સ્થિર કરે પછી પરના વિચાર છૂટીને કેવળ નિજસ્વરૂપના જ વિચાર રહે. જે સ્વરૂપ પહેલાં અનુભવ્યું છે અથવા જે સ્વરૂપ નિર્ણયમાં લીધું છે તેનો અત્યંત મહિમા લાવી લાવીને તેના વિચારમાં મનને એકાગ્ર કરે છે. પરદ્રવ્યોમાંથી ને પરભાવોમાંથી તો અહંબુદ્ધિ છોડી છે ને નિજસ્વરૂપને જ પોતાનું જાણીને તેમાં જ અહંબુદ્ધિ કરી છે. હું ચિદાનંદ છું, હું શુદ્ધ છું, હું સિદ્ધ છું, હું સહજસુખસ્વરૂપ છું, અનંત શક્તિનો નિધાન હું છું, સર્વજ્ઞસ્વભાવી હું છું'−ઇત્યાદિ પ્રકારે પોતાના નિજસ્વરૂપમાં જ અ ંબુદ્ધિ કરી કરીને તેને ચિંતવે છે. નિયમસારમાં પ્રભુ કુંદકુંદસ્વામી કહે છે કે
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk