________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૩૫
કેવલદશ, કેવલવી૨જ, કૈવલ્યજ્ઞાનસ્વભાવી છે, વળી સૌખ્યમય છે જે તે હું, –એમ જ્ઞાની ચિંતવે. (૯૬) નિજભાવને છોડે નહીં, પરભાવ કંઈ પણ નવ ગ્રહે, જાણે-જીએ જે સર્વ તે હું–એમ જ્ઞાની ચિંતવે. (૯૭)
-આવા નિજઆત્માની ભાવના કરવાની મુમુક્ષુને શિખામણ આપી છે. ને કહ્યું છે કે આવી ભાવનાના અભ્યાસથી મધ્યસ્થતા થાય છે, એટલે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પણ આવી નિજાત્મભાવનાથી પ્રગટે છે. સમ્યગ્દર્શન થયા પછી, તેમ જ સમ્યગ્દર્શન કરવા માટે પણ આવી જ ભાવના અને આવું ચિંતવન કર્તવ્ય છે. ‘સહજ શુદ્ધાત્માની અનુભૂતિ એટલો જ હું છું, મારા સ્વસંવેદનમાં આવું છું એ જ હું છું' ’-આવા સમ્યક્ ચિંતનમાં સહજ જ આનંદતરંગ ઊઠે છે ને રોમાંચ થાય છે......
જુઓ તો ખરા, આમાં ચૈતન્યની અનુભૂતિનો કેટલો રસ ઘૂંટાય છે! ઉપર કહ્યું ત્યાંસુધી તો હજી સવિકલ્પદશા છે. આ ચિંતનમાં ‘ આનંદતરંગ ઊઠે છે' તે હજી નિર્વિકલ્પઅનુભૂતિનો આનંદ નથી, પણ સ્વભાવ તરફના ઉલ્લાસનો આનંદ છે, શાંત પરિણામનો આનંદ છે; અને તેમાં સ્વભાવ તરફના અતિશય પ્રેમને લીધે રોમાંચ થાય છે. રોમાંચ એટલે વિશેષ ઉલ્લાસ; સ્વભાવ તરફનો વિશેષ ઉત્સાહ; જેમ સંસારમાં ભયનો કે આનંદનો કોઈ વિશિષ્ટ ખાસ પ્રસંગ બનતાં રોમરોમ ઉલ્લુસી જાય છે તેને રોમાંચ થયો કહેવાય, તેમ અહીં સ્વભાવના નિર્વિકલ્પ અનુભવના ખાસ પ્રસંગે ધર્મીને આત્માના અસંખ્યપ્રદેશે સ્વભાવના અપૂર્વ ઉલ્લાસનો રોમાંચ થાય છે. પછી ચૈતન્યસ્વભાવના રસની ઉગ્રતા વડે એ વિચારો (વિકલ્પો) પણ છૂટી જાય ને પરિણામ અંતર્મગ્ન થતાં કેવળ ચિન્માત્રસ્વરૂપ ભાસવા લાગે, એટલે કે બધા પરિણામ સ્વરૂપમાં એકાગ્ર થઈને વર્તે, ઉપયોગ સ્વાનુભવમાં પ્રવર્તે, ત્યારે નિર્વિકલ્પ આનંદદશા અનુભવાય છે. ત્યાં દર્શન-જ્ઞાન-ચારિત્ર સંબંધી કે નયપ્રમાણ વગેરે સંબંધી કોઈ વિચાર હોતો નથી, સર્વે વિકલ્પો વિલય પામે છે. અહીં સ્વરૂપમાં જ વ્યાપ્ય-વ્યાપકતા છે એટલે દ્રવ્ય ગુણ-પર્યાય ત્રણે એકમેક-એકાકાર અભેદપણે અનુભવાય છે. અનુભવ કરનારી પર્યાય સ્વરૂપમાં વ્યાપી ગઈ છે, જુદી રહેતી નથી. પરભાવો અનુભવથી બહાર રહી ગયા પછી નિર્મળ પર્યાય તો અનુભૂતિમાં ભેગી ભળી ગઈ.
પહેલાં વિચારદશામાં જ્ઞાને જે સ્વરૂપ લક્ષમાં લીધું હતું, તે સ્વરૂપમાં જ્ઞાનનો ઉપયોગ જોડાઈ ગયો, ને વચ્ચેનો વિકલ્પ નીકળી ગયો, એકલું જ્ઞાન
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk