________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫રમાર્થ વનિકા : ૧૬૫
કોઈ સ્વછંદી કહે કે-અમને સંસા૨સંબંધી અશુભવિકલ્પો ખાવાપીવા વગેરેના આવે છે, પણ ધર્મસંબંધી શુભવિકલ્પો ભક્તિ-પૂજનસ્વાધ્યાય વગેરેના નથી આવતા; વિકલ્પ તો ભૂમિકાઅનુસાર આવે એમ આપે જ કહ્યું છે!
તેનો ઉત્ત૨: હા, ભાઈ ! તારી ભૂમિકાને માટે એ વિકલ્પ યોગ્ય છે, સ્વછંદની ભૂમિકામાં તો એવા ઊંધા જ વિકલ્પ હોય ને! ધર્મની રુચિવાળા જીવની ભૂમિકામાં ધર્મસંબંધી વિચારો આવે, ને સંસારની રુચિવાળા જીવની ભૂમિકામાં સંસાર તરફના પાપવિચારો આવે. જેને સંસારના પાપભાવનો તીવ્રસ હોય એને ધર્મના વિચાર આવે જ કયાંથી? એવાની તો અહીં વાત કયાં છે? અહીં તો સાધકજીવ મોક્ષમાર્ગ કઈ રીતે સાધે છે, ને તે મોક્ષમાર્ગ સાધતાં સાધતાં વચ્ચે તેને કેવા કેવા ભાવો હોય છે-તેની વાત છે. મોક્ષમાર્ગના સાધકને જે શુભભાવ હોય તે પણ ઊંચી જાતના હોય, પાપની તીવ્રતાના ભાવ તો તેને કદી હોય જ નહીં. ભૂમિકાથી અવિરુદ્ધ જે શુભ કે અશુભ હોય તેનો પણ ધર્મી જ્ઞાતા રહે છે–સાક્ષી રહે છે–તટસ્થ રહે છે, તે ઉદયભાવના પ્રવાહમાં પોતે તણાઈ જતો નથી. બે જીવો ક્ષાયિક સમ્યગ્દષ્ટિ હોય, એક ધ્યાનમાં બેઠા હોય ને બીજા યુદ્ધમાં ઊભા હોય, ત્યાં યુદ્ધમાં ઊભેલાને એમ શંકા નથી પડતી કે અરે, આ ધ્યાનમાં ને હું યુદ્ધમાં! તો મારું સમ્યગ્દર્શન કાંઈ ઢીલું હશે ! કે મારા જ્ઞાનમાં કાંઈ દોષ હશે! આવી શંકા સમિતીને કદી પડતી નથી. તે નિઃશંક છે કે મારું સમ્યગ્દર્શન મારા સ્વભાવના અવલંબને છે તે કાંઈ આ ઉદયભાવમાં ચાલ્યું જતું નથી. રાગ વખતે રાગથી જાદી એક ચૈતન્યધારા જ્ઞાનીને વર્તી રહી છે. -એ ધારાનું નામ અધ્યાત્મપદ્ધત્તિ છે, તે ઠેઠ કેવળજ્ઞાનમાં જઈને મળે છે.
વાહ! મોક્ષમાર્ગ સ્વાશ્રિત છે, પરાશ્રિત નથી-એ સિદ્ધાંત પંડિતજીએ કેટલો સ્પષ્ટ કર્યો છે! જીવનો પાશ્રિત-ક્ષયોપશમભાવ પણ મોક્ષનું કારણ નથી તો પછી પરાશ્રિત-ઉદયભાવ તો મોક્ષનું કા૨ણ કેમ હોય ? બહારની વાત તો કાઢી નાંખી, રાગ પણ કાઢી નાખ્યો ને અંદરનો ક્ષયોપશમભાવ પણ જે પરાશ્રિત છે તેને મોક્ષમાર્ગમાંથી કાઢી નાંખ્યો. સ્વાશ્રિતભાવો જ મોક્ષમાર્ગ છે. મોક્ષમાર્ગમાં સાથે ઉદયભાવ હોય અથવા રાગાદિરૂપ અશુદ્ધ વ્યવહાર હોય, -પણ શું તેના અવલંબને મોક્ષમાર્ગ
છે ?-ના. સમ્યગ્દષ્ટિને તો તે વ્યવહારથી ‘મુક્ત’ કહ્યો છે, માટે તેને તેનું અવલંબન નથી. જેમ કેવળીપ્રભુ ઉદયના જ્ઞાતા છે તેમ છદ્મસ્થજ્ઞાની પણ ઉદયના જ્ઞાતા છે, તેની પરિણતિ ઉદયભાવને તોડતી અધ્યાત્મધારામાં આગે બઢી રહી છે.
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk