________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪ : અધ્યાત્મ-સંદેશ
(
મોક્ષમાર્ગ સાધતા જાય છે ને પરાશ્રિતભાવોને તોડતા જાય છે; કંઈક બાકી રહી જાય તેના તમાશગીર રહે છે. એકવીસ પ્રકારના ઉદયભાવ છે તેમાંથી મિથ્યાત્વાદિરૂપ ઉદયભાવો તો જ્ઞાનીને હોતા નથી. અને બાકીના જે ઉદયભાવો વર્તે છે તે જ્ઞાનની સાથે શેયપણે વર્તે છે, જ્ઞાની તેનો કર્તા નથી, તેનો ભોક્તા નથી, ને જ્ઞાનમાં તેનું અવલંબન પણ નથી. અંતરમાં સ્વભાવને અવલંબનારું જ્ઞાન તે જ મોક્ષમાર્ગ છે. બહારનું બીજું જાણપણું ઓછું હોય તો જ્ઞાનીને કાંઈ ખેદ નથી ને બહારનું જાણપણું વિશેષ હોય તો તેની કાંઈ મહત્તા નથી. કેમકે બહારના જાણપણા ઉપર મોક્ષમાર્ગનું માપ નથી. અવિધ-મન:પર્યયજ્ઞાન હોય તો જલદી મોક્ષ સધાય, ને તે ન હોય તો મોક્ષ સાધતાં વાર લાગે-એવો કોઈ નિયમ નથી. સ્વાનુભૂતિની ઉગ્રતાઅનુસાર મોક્ષ સધાય છે. વળી જ્ઞાનની સાથે (એકપણે નહિ પણ સહકારીપણે ) જે જે ઉદયભાવો વર્તે છે તેને જ્ઞાની જાણે છે, પણ તેનો આગ્રહ કે પક્કડ નથી; આવો જ રાગ ને આવી જ ક્રિયા હોય તો ઠીકએવી પરાવલંબનની બુદ્ધિ નથી. એક જ ગુણસ્થાને ભિન્ન ભિન્ન વિકલ્પો ને ભિન્ન ભિન્ન ક્રિયાઓ હોય છે, એક જીવને પણ એક જ પ્રકારનો વિકલ્પ સદાય રહેતો નથી, અનેક પ્રકારના વિકલ્પો હોય છે. કુંદકુંદસ્વામી, વીરસેનસ્વામી, જિનસેનસ્વામી કે સમંતભદ્રસ્વામી-એ બધાય મુનિવરો છઠ્ઠી-સાતમી ભૂમિકાએ મોક્ષમાર્ગમાં વર્તતા હતા, તેમાં એકને સમયસાર જેવું અધ્યાત્મશાસ્ત્ર રચવાનો વિકલ્પ આવ્યો, બીજાને પખંડાગમની ધવલાટીકા જેવા કરણાનુયોગની વૃત્તિ ઊઠી, ત્રીજાને તીર્થંકરોના પુરાણની ૨ચનારૂપ કથાનુયોગનો ભાવ આવ્યો ને ચોથાને રત્નકરડશ્રાવકાચાર જેવા ચરણાનુયોગના ઉપદેશની વૃત્તિ ઊઠી. -ભિન્ન ભિન્ન વિકલ્પ છતાં ભૂમિકા બધાની સરખી, અમુક વિકલ્પ હોય તો જ અમુક ગુણસ્થાન હોય-એમ વિકલ્પનો પ્રતિબંધ નથી. પણ જે વિકલ્પ હોય તે ભૂમિકાનું ઉલ્લંઘન કરે એવો (જેમકે છઠ્ઠા ગુણસ્થાને વસ્ત્રનો ) ન હોય. આ સંબંધી વિસ્તારપૂર્વક વિવેચન પહેલાં આવી ગયું છે.
જીઓ પાનું ૧૫૭ થી ૧૬૦
સાધકભાવની એક જ ધારા છે કે અંતરમાં ચૈતન્યની સ્વસત્તાનું જેટલું અવલંબન તેટલો સાધકભાવ. આવા સ્વાશ્રયભાવનો એક કણિયો પણ જેને જાગ્યો નથી તે પરાશ્રયભાવના ગમે તેટલા ડુંગરા ખોદે તોપણ ‘ ખોદ્યો ડુંગર ને કાઢયો ઉંદર' એ કહેવતની જેમ તેના હાથમાં પણ કાંઈ આવવાનું નથી, તેણે તો ‘ખોદ્યો પરાશ્રયભાવનો ડુંગર ને કાઢયો સંસારરૂપી ઉંદર !'
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk