________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૬ : અધ્યાત્મ-સંદેશ
જાઓ તો ખરા, ગૃહસ્થ-શ્રાવકોને પણ અધ્યાત્મનો કેવો પ્રેમ છે! ને કેવી સરસ વાત કરી છે! આ પં. બનારસીદાસજીએ ઉપાદાનનિમિત્તના પણ સાત દોહરા કરીને, ઉપાદાનની એકદમ સ્વતંત્રતા સાબિત કરી છે. કોઈ કહે છે કે એ તો એમણે ઉપાદાનની ભાવુકતાવશે લખ્યું છે ! પણ ભાઈ ! તું નિમિત્તની ભાવુકતાવશ એની ના પાડે છે! ઉપાદાનની સ્વતંત્રતાનો સિદ્ધાંત તને નથી બેસતો એટલે “ભાવુકતા” કહીને તારે એને ઉડાડવો છે. પણ એમણે તો સત્યસિદ્ધાંત પ્રસિદ્ધ કર્યો છે. અને સત્યસિદ્ધાંત તરફથી ભાવુકતા હોય તો તેમાં શું દોષ છે? તને તો હજી બહારની ક્રિયાનું (જડની ક્રિયાનું) અકર્તાપણું પણ નથી બેસતું તો પછી, સમકિતી ઉદયભાવનો ય અકર્તા છે એ વાત કયાંથી બેસશે? અને બહાર જતું જ્ઞાન પણ મોક્ષનું સાધક નથી-એ વાત તને કેમ સમજાશે?
* ધર્માજીવ જ્ઞાનની સ્વસંવેદનધારાથી મોક્ષ લેશે. * બહારના જ્ઞાનની ધારા કાંઈ મોક્ષ નહિ આપે. * તો પછી, રાગ કે જડની ક્રિયા તો મોક્ષ કયાંથી આપે ?
આવું જાણે ત્યાં બહારના જાણપણાનો વધુ ક્ષયોપશમ હોય કે પુણ્યોદય વિશેષ હોય તો પણ તેનો ગર્વ જ્ઞાનીને હોતો નથી. અરે, જે મારા મોક્ષનું કારણ નહિ તેનો ગર્વ શો? સ્વાનુભવમાં મને જે કામ ન આવે તેનો મહિમા શો? બાર અંગ જાણતા ન હોય છતાં જ્ઞાનીને કોઈવાર એવી લબ્ધિ ઊઘડી જાય કે શ્રુતકેવળી જેવો જ નિઃશંક જવાબ ગમે તેવા સૂક્ષ્મતત્ત્વોમાં પણ આપે. છતાં એ ઉઘાડનો ગર્વ કે મહત્તા જ્ઞાનીને નથી. જ્ઞાનીની ખરી શક્તિ સ્વસંવેદનમાં છે. સ્વસંવેદનને ઓળખે એને જ્ઞાનીના ખરા મહિમાની ખબર પડે. કોઈને બાર અંગનું જ્ઞાન ન હોય તોપણ સ્વાનુભવના જોરે મોક્ષમાર્ગને સાધીને જ્ઞાતા કેવળજ્ઞાન લેશે.
પરાશ્રિત રાગ કે પરાશ્રિત જ્ઞાન તે મોક્ષમાર્ગ નથી. સ્વાનુભૂતિનું સામર્થ્ય તે જ મોક્ષમાર્ગ છે. પરાશ્રય વગરનો આવો મોક્ષમાર્ગ જ્ઞાતા જ સાધી જાણે છે, અજ્ઞાની તેને જાણી શકતો નથી. અહો, આ તો અહંતોનો-શૂરવીરોનો માર્ગ છે; આ કાંઈ કાયરોનો માર્ગ નથી. સમસ્ત પરભાવોને હેય કરીને અને શુદ્ધતાને ઉપાદેય કરીને ઊભો થાય એવો હરિનો માર્ગ છે શૂરવીરોનો એટલે કે સ્વાશ્રય કરનારાઓનો માર્ગ છે, તેમાં કાયરોનું એટલે પરાશ્રય કરનારાનું કામ નથી. વીતરાગી મોક્ષમાર્ગનો પડકાર કરતાં સંતો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk