________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંસારી જીવન નિશ્ચય વ્યવહાર; જીવના નિશ્ચય-વ્યવહાર જીવમાં જ છે
ક
નિશ્ચય તો અભેદરૂપ દ્રવ્ય, તથા વ્યવહાર દ્રવ્યના યથાવસ્થિત ભાવ છે. પરંતુ વિશેષ એટલું કે જ્યાં સુધી સંસારઅવસ્થા છે ત્યાં સુધી વ્યવહાર કહેવાય; સિદ્ધને વ્યવહારતીત કહેવાય. તેથી સંસાર અને વ્યવહાર એ બંને એકરૂપ કહ્યા, અર્થાત્ સંસારી તે વ્યવહારી ને વ્યવહારી તે સંસારી.”
દ્રવ્ય-પર્યાયને અભેદ ગણીને તેને નિશ્ચય કહ્યો, ને પર્યાયના ભેદને વ્યવહાર કહ્યો. “નિશ્ચય તો અભેદરૂપ દ્રવ્ય” એમ કહ્યું તેમાં શુદ્ધનયના વિષયરૂપ જે શુદ્ધસ્વભાવ છે તેની અહીં વાત નથી, અહીં તો દ્રવ્ય જે પર્યાયરૂપે પરિણમ્યું તે પર્યાયના ભાવપ્રમાણે આખા દ્રવ્યને તેવું કહી દેવું તે નિશ્ચય છે. એટલે શુદ્ધપર્યાયવાળાને શુદ્ધનિશ્ચય કહ્યો. અશુદ્ધપર્યાયવાળા આત્માને અશુદ્ધનિશ્ચય કહ્યો, ને મિશ્રપર્યાયવાળાને મિશ્રનિશ્ચય કહ્યો. “દ્રવ્ય જે કાળે જે ભાવમાં પ્રણમે તે કાળે તે તન્મય છે” –એમ શ્રી પ્રવચનસારમાં કહ્યું છે તે સિદ્ધાંત અહીં લાગુ પડે છે. અહો, કુંદકુંદાચાર્યદવના શાસ્ત્રોમાં તો હજારો આગમના મૂળિયાં સમાયેલા છે.
વિશેષમાં અહીં એમ કહ્યું છે કે જ્યાં સુધી સંસારઅવસ્થા છે ત્યાંસુધી વ્યવહાર છે, સિદ્ધને વ્યવહાર નથી. એટલે સંસાર તે વ્યવહાર, ને વ્યવહાર તે સંસાર, એમ બંનેને એકરૂપ કહ્યા. એનો અર્થ એમ થયો કે જે વ્યવહારનું અવલંબન કરે છે તે સંસારનું જ અવલંબન કરે છે. અજ્ઞાની વ્યવહાર-વ્યવહાર કરે છે ને તેના અવલંબનથી ધર્મનો લાભ થવાનું માને છે પણ અહીં લગભગ ૪૦૦ વર્ષ પહેલાંના આગમના અભ્યાસી પંડિત કહે છે કે વ્યવહાર અને સંસાર બંને એકરૂપ છે, જે વ્યવહારી છે તે સંસારી છે, જે વ્યવહારનું અવલંબન કરે છે તે સંસારમાં રખડે છે. અને જે શુદ્ધસ્વભાવનું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk