SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ધર્મી જીવ.... ધર્મી જીવ અંતરઅનુભવથી પોતાના સ્વભાવને દેખીને પરમ પ્રસન્ન થાય છે... ચૈતન્યના અનુભવની ખુમારી એના ચિત્તને બીજે કયાંય લાગવા દેતી નથી. સ્વાનુભવના શાંતરસથી તે તૃપ્ત-તૃપ્ત છે; ચૈતન્યના આનંદની મસ્તીમાં તે એવા મસ્ત છે કે હવે બીજાં કાંઈ કરવાનું રહ્યું નથી... હું જ જ્ઞાન-દર્શન-ચારિત્ર છું, હું જ મોક્ષ છું, હું જ સુખ છું; મારો સ્વભાવ વૃદ્ધિગત જ છે, પરભાવનો મારામાં પ્રવેશ નથી. હું મારા ચૈતન્યવિલાસસ્વરૂપ છું ચૈતન્યમાં બીજા કોઈની ચિંતા નથી. એકત્વ ચૈતન્યના ચિંતનમાં પરમ સુખ છે. સર્વ સુખ-સંપત્તિનો નિધાન એવો હું છું. મારા સ્વરૂપને દેખાદેખીને જો કે પરમ તૃપ્તિ અનુભવાય છે, તો પણ એ અનુભવની કદી તૃપ્તિ થતી નથી, –એમાંથી બહાર આવવાની વૃત્તિ થતી નથી. સ્વરૂપનો બધો મહિમા સ્વાનુભવમાં સમાય છે. –આવી જેની અનુભવદશા. તે જીવ ધર્મી . ताको वन्दना हमारी है। Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008202
Book TitleAdhyatma Sandesh
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, Sermon, K000, & K005
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy