________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫ર : અધ્યાત્મ-સંદેશ
જેણે અધ્યાત્મવિદ્યા જાણી છે એવા જ્ઞાનીને મિશ્રવ્યવહાર કહ્યો, એટલે શુદ્ધતા ને અશુદ્ધતા બંને એકસાથે તેને છે, પણ તેથી કાંઈ તે શુદ્ધતા ને અશુદ્ધતા એકબીજામાં ભળી જતા નથી. જે શુદ્ધતા છે તે કાંઈ અશુદ્ધતારૂપ થઈ જતી નથી, ને જે અશુદ્ધતા (રાગાદિ) છે તે કાંઈ શુદ્ધતારૂપ થઈ જતી નથી. એકસાથે હોવા છતાં બંનેની જુદી જુદી ધારા છે. આ રીતે “મિશ્ર” એ બંનેનું જુદાપણું બતાવે છે, એકપણું નહિ. તેમાંથી જે શુદ્ધતા છે તેના વડે ધર્મી જીવ મોક્ષમાર્ગને સાધે છે, ને જે અશુદ્ધતા છે તેને તે હેય સમજે છે. ય-શય ને ઉપાદેયનું સ્વરૂપ જ્ઞાની કયા પ્રકારે જાણે છે તે હવે કહે છે.
હે જીવ! ત્રણ લોકમાં સૌથી ઉત્તમ મહિમાવંત પોતાનો આત્મા છે, તેને તું ઉપાદેય જાણ; એ મહા સુંદર ને સુખરૂપ છે. જગતમાં સર્વોત્કૃષ્ટ એવા આત્માને તું સ્વાનુભવગમ્ય કર. તારો આત્મા જ તને આનંદરૂપ છે, કોઈ પરવસ્તુ તને આનંદરૂપ નથી. આત્માનો આનંદ જેણે અનુભવ્યો છે તે ધર્માત્માનું ચિત્ત બીજે કયાંય ઠરતું નથી, ફરી ફરીને આત્મા તરફ જ વળે છે. આત્માનું અસ્તિત્વ જેમાં નથી, આત્માનું જીવન જેમાં નથી એવા પર દ્રવ્યોમાં ધર્મીનું ચિત્ત કેમ ચોંટે ? આનંદનો સમુદ્ર જ્યાં દેખ્યો છે ત્યાં જ તેનું ચિત્ત ચોંટયું છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk