________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાર્થ વચનિકો : ૧૫૧ ૯. એકતાઃ એક આત્માને જ પોતાનો માનવો, શરીરાદિને પર જાણવા;
રાગાદિ ભાવોને પણ સ્વરૂપથી પર જાણવા, ને અંતર્મુખ થઈને સ્વરૂપ સાથે એકતા કરવી, –આવી એકતા તે અભેદ ભક્તિ છે, ને તે મુક્તિનું કારણ છે. સ્વમાં એકતારૂપ આવી ભક્તિ સમ્યગ્દષ્ટિને જ હોય છે.
વાહ! જુઓ આ સમ્યગ્દષ્ટિની નવધા ભક્તિ. શુદ્ધ આત્મસ્વરૂપનું શ્રવણ, કીર્તન, ચિંતવન, સેવન, વંદન, ધ્યાન, લઘુતા, સમતા અને એકતા-આવી નવધા ભક્તિ વડે તે મોક્ષમાર્ગને સાધે છે.
પ્રશ્ન – જ્ઞાની નવધા ભક્તિ કરે એ તો બતાવ્યું, પણ જ્ઞાની તપ કરે ખરા?
ઉત્તર:- હા, જ્ઞાની તપ કરે, –પણ કઈ રીતે? કે પોતાના શુદ્ધ સ્વરૂપ સન્મુખ થઈને તે તપ વગેરે ક્રિયા કરે છે. –આ જ્ઞાનીનો આચાર છે. જ્ઞાનીના આવા અંતરંગ-આચારને અજ્ઞાની ઓળખતો નથી, તે તો એકલી દેહક્રિયાને જ દેખે છે. શુદ્ધ સ્વરૂપની સન્મુખતાથી જેટલી શુદ્ધ પરિણતિ થઈ તેટલો તપ છે-એમ ધર્મી જાણે છે. આવો તપ અજ્ઞાનીને હોતો નથી, તેમજ તેને તે ઓળખતો પણ નથી. તપ વગેરેનો શુભરાગ તે બાહ્ય નિમિત્ત છે, અને દેહની ક્રિયા તો આત્માથી તદ્દન જુદી ચીજ છે, -તેને બદલે અજ્ઞાની તો એને જ મૂળ વસ્તુ માની બેસે છે, ને સાચી મૂળ વસ્તુને ભૂલી જાય છે. શુભરાગ અને સાથે ભૂમિકાયોગ્ય શુદ્ધપરિણતિ તે જ્ઞાનીનો આચાર છે, તેનું નામ મિશ્રવ્યવહાર છે. મિશ્ર એટલે કંઈક અશુદ્ધતા ને કંઈક શુદ્ધતા; તેમાં જે અશુદ્ધઅંશ છે તે ધર્મીને આસ્રવ-બંધનું કારણ છે કે જે શુદ્ધઅંશ છે તે સંવર-નિર્જરાનું કારણ છે. -આ રીતે આસ્રવ-બંધ ને સંવર-નિર્જરા એ ચારે ભાવો ધર્મીને એક સાથે વર્તે છે. અજ્ઞાનીને મિશ્રભાવ નથી, એને તો એકલી અશુદ્ધતા છે; સર્વજ્ઞને મિશ્રભાવ નથી, એમને એકલી શુદ્ધતા છે. મિશ્રભાવ સાધકદશામાં છે. તેમાં શુદ્ધપરિણતિઅનુસાર તે મોક્ષમાર્ગને સાધે છે-એમ જાણવું.
અહા, ધર્માત્માની આ અધ્યાત્મકળા.. અલૌકિક છે.... આવી અધ્યાત્મકળા શીખવા જેવી છે, ને એનો પ્રચાર કરવા જેવું છે. ખરું સુખ આ અધ્યાત્મકળાથી જ પ્રાપ્ત થાય છે. અધ્યાત્મવિધા સિવાય બીજી લૌકિક વિધાઓની કિંમત ધર્મમાં કાંઈ નથી. આ વિદ્યા યા વિમુpઆત્માને મોક્ષનું કારણ ન થાય એવી વિદ્યાને તે વિદ્યા કોણ કહે?— વિદ્યાહીન હોય તે કહે!
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk