________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સ્વાનુભૂતિનો રંગ ચડી જાય-એવી વાત પ્રત્યક્ષ-પરોક્ષપણું જ્ઞાનમાં છે, સમ્યકત્વમાં નહિ
વળી તમે પ્રત્યક્ષ-પરોક્ષ સંબંધી પ્રશ્ન લખ્યો. પરંતુ ભાઈશ્રી, (સમ્યકત્વમાં તો) પ્રત્યક્ષ-પરોક્ષરૂપ ભેદ નથી; ચોથા ગુણસ્થાને સિદ્ધસમાન ક્ષાયિક સમ્યકત્વ થઈ જાય છે. તેથી સમ્યકત્વ તો કેવળ યથાર્થ શ્રદ્ધાનરૂપ જ છે, અને શુભાશુભ કાર્ય કરતાં પણ તે રહે છે. માટે તમે જે લખ્યું કે “નિશ્ચય સમ્યકત્વ પ્રત્યક્ષ છે ને વ્યવહાર સમ્યકત્વ પરોક્ષ છે”-તે એમ નથી. સમ્યકત્વના તો ત્રણ ભેદ છેઃ તેમાં ઉપશમસમ્યકત્વ અને ક્ષાયિકસમ્યકત્વ તો નિર્મળ છે કેમ કે તે મિથ્યાત્વના ઉદયરહિત છે, અને ક્ષયોપશમ સમ્યકત્વ સમલ છે. પરંતુ આ સમ્યકત્વમાં પ્રત્યક્ષ અને પરોક્ષ એવા ભેદ તો નથી. ક્ષાયિકસમ્યગ્દષ્ટિને શુભાશુભરૂપ પ્રવર્તતાં કે સ્વાનુભવરૂપ પ્રવર્તતાં સમ્યકત્વગુણ તો સામાન્ય (એક સરખો) જ છે; તેથી સમ્યકત્વના તો પ્રત્યક્ષ-પરોક્ષ એવા ભેદ ન માનવા. પરંતુ પ્રમાણના પ્રત્યક્ષ અને પરોક્ષ એવા ભેદ છે.”
- સાધર્મ પ્રત્યે પ્રેમથી સંબોધન કરીને લખે છે કે માની! સમ્યગ્દર્શનના પ્રત્યક્ષ-પરોક્ષપણા સંબંધી તમે લખ્યું પરંતુ એવા ભેદ સમ્યકત્વમાં નથી. સમ્યકત્વ તો શુદ્ધઆત્માની પ્રતીતરૂપ છે. એ પ્રતીત સિદ્ધભગવાનને કે તીર્યચ-સમ્યગ્દષ્ટિને સરખી જ છે. સિદ્ધ ભગવાનને સમ્યકત્વમાં જેવા શુદ્ધાત્માની પ્રતીત છે તેવા જ શુદ્ધાત્માની પ્રતીત ચોથા ગુણસ્થાનવાળા સમકિતીને પણ છે, તેમાં કાંઈ ફેર નથી. સિદ્ધભગવાનનું સમ્યકત્વ પ્રત્યક્ષ ને ચોથાગુણસ્થાનવાળાનું પરોક્ષ એવા ભેદ નથી; અથવા, સ્વાનુભવ વખતે સભ્યત્વ પ્રત્યક્ષ, અને બહાર શુભાશુભમાં ઉપયોગ હોય ત્યારે સમ્યકત્વ પરોક્ષ-એમ પણ નથી. શુભાશુભમાં પ્રવર્તતો હોય ત્યારે, કે સ્વાનુભવથી શુદ્ધોપયોગમાં પ્રવર્તતો હોય ત્યારે પણ સમ્યગ્દષ્ટિને સમ્યકત્વ તો સામાન્ય એવું ને એવું છે, અર્થાત્ સ્વાનુભવ વખતે સમ્યકત્વમાં કાંઈ મલિનતા થઈ ગઈ-એમ નથી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk