________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪ : અધ્યાત્મ-સંદેશ ગોડ્યો છે એટલે બીજામાં પણ તેની જ ભાવના ભાવે છે. પત્રની શરૂઆત જ એવી છે કે વાંચતાં જ ખ્યાલ આવી જાય કે આ કોઈ લૌકિક પત્ર નથી, આ તો લોકોત્તર પત્ર છે. આ ચિઠ્ઠી વાંચી ત્યારે (ગુરુદેવને) એમ લાગેલું કે આમાં તો હીરા ભર્યા છે. એ વખતે આવી ચિઠ્ઠી છાપેલી પણ મુશ્કેલીથી મળતી, અત્યારે તો હજારો નકલ બહાર આવી ગઈ છે.
સં. ૧૮૧૧ માં આ ચિઠ્ઠી લખનાર ૫. ટોડરમલ્લજી ગૃહસ્થ હતા, છતાં સ્વાનુભવ વગેરેની ચર્ચા તેમણે કેટલા પ્રેમથી કરી છે! તેમને શાસ્ત્ર-અભ્યાસ પણ ઘણો હતો. ટીકાસહિત શ્રી સમયસાર, પંચાસ્તિકાય, પ્રવચનસાર, નિયમસાર, અષ્ટપાહૂડ, પુરુષાર્થસિદ્ધિઉપાય તેમજ ગોમટ્ટસાર વગેરે અનેક શાસ્ત્રોનો તેમને ગહન અભ્યાસ હતો, ને એનું દોહન કરીને તેમણે “મોક્ષમાર્ગપ્રકાશક' ગ્રંથ રચ્યો છે, તેમાં તત્ત્વના ઘણા ખુલાસા સ્પષ્ટ કર્યા છે. ગોમટ્ટસાર જેવા મહાન ગ્રંથની સંસ્કૃત ટીકાના હિન્દી અર્થો તેમણે લખેલા છે. સાધર્મી ઉપર તેમની લખેલી આ ચિઠ્ઠીમાં અધ્યાત્મના ગંભીર ભાવો ભર્યા છે; આગળના ગૃહસ્થો પણ અધ્યાત્મના કેવા રસિક હતા તે આ ચિઠ્ઠીના લખાણમાં દેખાઈ આવે છે. કુટુંબ અને ધંધા-વેપાર વચ્ચે રહ્યા છતાં નિવૃત્તિ લઈને અંતરમાં આત્માના સ્વાનુભવ વગેરેની ચર્ચા-વિચારણા કરતા હતા. ચિઠ્ઠીમાં લખે છે કે “ચિદાનંદઘનના અનુભવથી તમને સહજાનંદની વૃદ્ધિ ચાહું છું.” એટલે સહજઆનંદ તો ચૈતન્યના અનુભવમાં જ છે અને એની જ ચાહના છે. એના સિવાય બીજા શેનીયે ચાહુના અમને કે તમને ન હો. સંસારના સુખની વૃદ્ધિ નથી ચાહતા, પણ ચૈતન્યના સ્વાનુભવથી થતું જે સહજ-અતીન્દ્રિય સુખ તેની જ વૃદ્ધિની ભાવના છે. પોતાને જેની રુચિ છે તેની જ વૃદ્ધિની ભાવના સામામાં પણ ભાવે છે. આ ચિઠ્ઠી લખનાર પં. ટોડરમલ્લજી લગભગ ૨૮ વર્ષની ઉમરે તો સ્વર્ગવાસ પામ્યા છે; ૨૮ વર્ષ તો નાની ઉમર કહેવાય. આટલી નાની ઉમરમાં પણ કેટલા શાસ્ત્રોનો અભ્યાસ, ને સ્વાનુભવની કેવી સરસ ચર્ચા કરી છે! શ્રીમદ્ રાજચંદ્ર વગેરેએ પણ જુઓને, નાની-નાની ઉમરમાં આત્માનાં કેવાં કામ કર્યા છે! અંદરથી આત્માનો પ્રેમ જાગવો જોઈએ. અધ્યાત્મનો રસ જેને કંઈક હોય અને પોતાના આત્માનું કલ્યાણ કરવાની ધગશ હોય એવા જીવને અંતરની આ વાત ગોઠ તેવી છે.
કે આવા અધ્યાત્મના રસિક જીવો વિરલા જ હોય છે, પણ પોતે તે વિરલામાં ભળી જવું. અધ્યાત્મની આવી ચર્ચા સાંભળવાનું પણ મહા ભાગ્યથી મળે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk