________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬ : અધ્યાત્મ-સંદેશ અનુભવમાં જીવાદિ તત્ત્વોનું સાચું ભાવભાસન નથી તેથી તે મોક્ષમાર્ગને સાધવાનું જાણતો નથી; તે તો બંધપદ્ધત્તિને જ ભ્રમથી મોક્ષનું સાધન માનીને સાધે છે. આ રીતે અજ્ઞાની આગમી કે અધ્યાત્મી નથી.
પ્રશ્ન:- અજ્ઞાનીને અધ્યાત્મપદ્ધત્તિ નથી એટલે તેને “અધ્યાત્મી” ભલે ન કહો, પરંતુ આગમપદ્ધત્તિ એટલે કે વિકાર અને કર્મની પરંપરા તો તે અજ્ઞાનીને ઘણી છે, છતાં તેને “આગમી' પણ કેમ ન કહ્યો?
ઉત્તર:- મિથ્યાદષ્ટિને વિકાર તો છે એટલે કે આગમપદ્ધત્તિ તો છે -એ ખરું, પણ આગમપદ્ધત્તિનું જ્ઞાન તેને નથી; વિકારને વિકાર તરીકે તે જાણતો નથી માટે તેને “આગમી' ન કહ્યો. અહીં “આગમી એટલે “આગમ-પદ્ધત્તિવાળો” એવો અર્થ નથી, પણ આગમી એટલે “આગમપદ્ધત્તિનો જ્ઞાતા' એવો અર્થ થાય છે. અજ્ઞાની આગમપદ્ધત્તિને પણ ઓળખતો નથી. વિકાર પોતે કરે છે, ને કર્મ તેમાં નિમિત્ત છે, તે કર્મ કાંઈ વિકાર કરાવતું નથી; છતાં અજ્ઞાની પોતાના દોષનું ઉત્પાદક પર દ્રવ્યને માને છે. પોતાના ગુણ-દોષનું ઉત્પાદક પર દ્રવ્યને માનવું તે તો મોટી અનીતિ છે. દરેક વસ્તુ અને તેનાં પરિણામ પરથી નિરપેક્ષ ને પોતાથી સાપેક્ષ છે-એવો અનેકાંત છે; આવું વસ્તુસ્વરૂપ સમજે તો પોતાના ગુણ-દોષ પરને લીધે ન માને એટલે એકતાબુદ્ધિથી પરમાં રાગદ્વેષ ન થાય. તે જીવ ભેદજ્ઞાન વડે પરથી પૃથક થઈ. પરથી નિરપેક્ષ થઈ સ્વતરફ વળે ને સ્વાપેક્ષપણે એટલે કે સ્વાશ્રય વડે મોક્ષમાર્ગ પ્રગટ કરે. પુદ્ગલના પરિણામ પણ તેનાથી પોતાથી સાપેક્ષ છે ને બીજાથી નિરપેક્ષ છે. જગતના બધા પદાર્થોને અને તેની પર્યાયોને પરમાર્થે સ્વથી સાપેક્ષપણું ને પરથી નિરપેક્ષપણું છે, કેમકે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી; પર્યાય તે પણ વસ્તુની પોતાની તે પ્રકારની શક્તિ છે, તે પણ ખરેખર પરની અપેક્ષા રાખતી નથી. આવા વસ્તુસ્વભાવને અજ્ઞાની જાણતો નથી, માટે તે આગમી પણ નથી ને અધ્યાત્મી પણ નથી; ને તે મોક્ષમાર્ગને સાધી શકતો નથી.
આ રીતે, ધર્મી-સમ્યગ્દષ્ટિ જીવ આગમ-અધ્યાત્મના જ્ઞાતા છે ને તે મોક્ષમાર્ગને સાધે છે; ને અજ્ઞાની જીવ આગમઅધ્યાત્મના સ્વરૂપને જાણતો નથી તેથી તે મોક્ષમાર્ગને સાધતો નથી. જ્ઞાની અને અજ્ઞાનીની આ વિશેષતા છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk