________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાર્થ વનિકા : ૧૪૭
આવે તો પણ તેને એ વાત બેસતી નથી; એ તો બંધપદ્ધત્તિને ( રાગને ) સાધતો થકો એને જ મોક્ષમાર્ગ માને છે. પણ જ્ઞાની એ વાત માને નહિ. ભાઈ, રાગ તો બંધભાવ છે, એના વડે મોક્ષ કયાંથી સધાય ? અરે, બંધભાવ અને મોક્ષભાવ વચ્ચેનો પણ જેને વિવેક નથી એને શુદ્ધાત્માનું વીતરાગી સંવેદન કયાંથી થાય ? અને સ્વાનુભવના કિરણ ફૂટયા વગર મોક્ષમાર્ગનો પ્રકાશ કયાંથી પ્રગટે ? અજ્ઞાનીને સ્વાનુભવનો કણિયો પણ નથી, તો પછી મોક્ષમાર્ગ કેવો ? સ્વાનુભવ વગર જે કાંઈ પણ ભાવ કરે તે બધાય ભાવો બંધપદ્ધત્તિમાં સમાય છે, તેનાથી બંધન સધાય છે, તે કોઈ ભાવ મોક્ષમાર્ગમાં આવતા નથી, તેનાથી મોક્ષ સધાતો નથી.
જેમ રાજમાર્ગની સીધી સડક્માં વચ્ચે કાંટા-કાંકરા ન હોય, તેમ મોક્ષનો આ સીધો-સ્પષ્ટ રાજમાર્ગ, તેમાં વચ્ચે રાગની ચિરૂપ કાંટા-કંકા નથી. સંતોએ શુદ્ઘપરિણતિરૂપ રાજમાર્ગે મોક્ષને સાધ્યો છે, ને એ જ માર્ગ જગતને દર્શાવ્યો છે. પ્રશ્ન:- આ રાજમાર્ગ છે તો બીજો કેડીમાર્ગ હશે ને?
ઉત્તર:- કેડીમાર્ગ તે કાંઈ રાજમાર્ગથી વિરુદ્ધ તો ન જ હોય. રાજમાર્ગ જતો હોય પૂર્વ તરફ ને કેડીમાર્ગ જાય પશ્ચિમમાં-એવું તો ન બને. ભલે કેકંડમાર્ગ હોય પણ તેની દિશા તો રાજમાર્ગ તરફની જ હોય. તેમ સમ્યગ્દર્શન-જ્ઞાન ઉપરાંત શુદ્ધોપયોગી ચારિત્રદશા તે તો મોક્ષનો સીધો-રાજમાર્ગ છે, તેના વડે તે ભવે જ કેવળજ્ઞાન ને મોક્ષ પામી શકાય છે; અને એવી ચારિત્રદશા વગરના જે સમ્યગ્દર્શન-જ્ઞાન છે તે હજી અપૂર્ણ-મોક્ષમાર્ગ હોવાથી તેને કેડીમાર્ગ કહેવાય, તે એકાદ બે ભવમાં મોક્ષમાર્ગ પૂરો કરીને મોક્ષને સાધશે. પૂરો મોક્ષમાર્ગ કે અધૂરો મોક્ષમાર્ગ, -પણ એ બંનેની દિશા તો સ્વભાવ તરફની જ છે, રાગ તરફની એયની દિશા નથી. રાગાદિભાવો તો મોક્ષમાર્ગથી વિપરીત છે એટલે કે બંધમાર્ગ છે. એ બંધમાર્ગ વડે મોક્ષમાર્ગ સધાય નહીં. મોક્ષમાર્ગના આશ્રયે બંધન ન થાય, ને બંધમાર્ગના આશ્રયે મોક્ષ ન થાય.
શું શુભરાગ તે મોક્ષનું કારણ થશે ? તો કહે છે કે ના; રાગ વખતે રાગનો નિષેધ કરનારો ક્યો ભાવ છે? રાગનો નિષેધ કરનારો ભાવ જાગ્યા વગર વીતરાગભાવરૂપ મોક્ષમાર્ગને સાધશે કોણ ? રાગ વખતે તેનો નિષેધ કરનારા જે સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન છે તે જ મોક્ષમાર્ગ છે. આવા સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન જાગ્યા ત્યારે જ સાચો મોક્ષમાર્ગ શરૂ થયો. સમ્યગ્દષ્ટિ સ્વાનુભવના પ્રમાણમાં મોક્ષમાર્ગ સાધે છે. શુભરાગના પ્રમાણમાં કાંઈ મોક્ષમાર્ગ સધાતો નથી, એ તો બંધપદ્ધતિ છે.
“તો શું સમ્યગ્દષ્ટિ અધ્યાત્મના જ વિચારમાં રહેતા હશે ? શું બંધપદ્ધત્તિના વિચાર જ તેમને આવતા નહિ હોય?” એમ કોઈને પ્રશ્ન ઊઠે તો હવેના પ્રકરણમાં તેનું સમાધાન કરે છે.
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk