________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬ : અધ્યાત્મ-સંદેશ તો અનેક પ્રકારનાં છે. જેમ બાહ્ય દ્રવ્ય નિમિત્ત છે, તેના આધારે કાંઈ મોક્ષમાર્ગ નથી, તેમ અંદરનો શુભરાગ તે પણ બાહ્યદ્રવ્યની જેમ જ નિમિત્ત છે, તેના આધારે મોક્ષમાર્ગ નથી. મોક્ષમાર્ગથી તો જેમ અન્ય દ્રવ્ય બાહ્ય (ભિન્ન) છે, તેમ શુભરાગ પણ બાહ્ય છે, ભિન્ન છે. અંતરદૃષ્ટિ વડે ધર્મી જીવ આવા મોક્ષમાર્ગને સાધે છે. સ્વભાવની અંતરદૃષ્ટિ પૂર્વક જ મોક્ષમાર્ગ સધાય છે, એ અંતરદૃષ્ટિ વગર મોક્ષમાર્ગ સધાતો નથી.
આવી અંતરદષ્ટિ વગર અજ્ઞાની શુભરાગ કરે અને એ વ્યવહારરત્નત્રયાદિના શુભરાગને જ મોક્ષમાર્ગ માની લ્ય, પણ એ કાંઈ મોક્ષમાર્ગ નથી, એ તો માત્ર ભ્રમ છે. સમ્યગ્દર્શન થાય તે સ્વાનુભવની કણિકા જાગે ત્યારે જ મોક્ષમાર્ગ સાચો. એના વિના મોક્ષમાર્ગ ખોટો, એટલે કે મોક્ષમાર્ગ નહિ. અરે, સમ્યગ્દર્શન અને સ્વાનુભવ વગર, એકલા શુભરાગને મોક્ષમાર્ગ માનવો તે તો વીતરાગ જૈનમાર્ગની વિરાધના છે. જિન ભગવાને એવો મોક્ષમાર્ગ કહ્યો નથી. જિન ભગવાને તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને મોક્ષમાર્ગ કહ્યો છે-કે જે સ્વાનુભવપૂર્વક જ હોય છે. સ્વરૂપાચરણરૂપ ચારિત્ર તે પણ ચોથા ગુણસ્થાને સ્વાનુભવપૂર્વક જ પ્રગટે છે. સ્વાનુભવ વગર શુભરાગ કરતાં કરતાં મોક્ષમાર્ગ પ્રગટી જાય એમ કદી બનતું નથી. અહીં તો કહે છે કે તે શુભરાગ બાહ્ય નિમિત્તરૂપ છે, અને તે પણ કોને ?-કે અંતરદૃષ્ટિથી જે મોક્ષમાર્ગને સાથે છે તેને તે શુભભાવ બાહ્ય નિમિત્ત છે, અજ્ઞાનીને તો તે મોક્ષમાર્ગનું નિમિત્ત પણ નથી. ઉપાદાનમાં જ તે મોક્ષમાર્ગને નથી સાધતો પછી મોક્ષમાર્ગનું નિમિત્ત તેને કેવું? અધ્યાત્મપદ્ધત્તિ જ તેને નથી, એકલી બંધપદ્ધત્તિમાં જ તે રાચી રહ્યો છે.
મોક્ષમાર્ગમાં વચ્ચે શુભરાગને નિમિત્તરૂપ કહ્યો, તે શુભરાગ બધા મોક્ષમાર્ગીન એક જ પ્રકારનો હોય-એમ નથી, તેમાં અનેક પ્રકારો હોય છે. સ્વભાવના પરિણામ એકસરખા હોય પણ વિકારના પરિણામ બધાને એકસરખા ન હોય. દ્રવ્યસ્વભાવ ત્રિકાળ એકસરખો છે; અખંડ-અક્રિય-શુદ્ધ દ્રવ્ય તે નિશ્ચય, ને તેના આશ્રયે મોક્ષમાર્ગ સાધવો તે વ્યવહાર. મોક્ષમાર્ગ એટલે નિશ્ચય-રત્નત્રયપરિણતિ, તે ધર્મીનો વ્યવહાર છે. અને જે વ્યવહારરત્નત્રય (શુભરાગરૂપ) છે તે બાહ્યનિમિત્તરૂપ છે. અહીં મોક્ષમાર્ગપર્યાયને વ્યવહાર કહ્યો, આ મોક્ષમાર્ગ કાંઈ રાગવાળો નથી; વ્યવહારરત્નત્રય રાગરૂપ છે તે બંધપદ્ધત્તિમાં છે, ને નિશ્ચય રત્નત્રય મોક્ષમાર્ગ પદ્ધત્તિમાં છે. મોક્ષમાર્ગનું ને નિશ્ચય-વ્યવહારનું આવું સ્વરૂપ સમ્યગ્દષ્ટિ જાણે છે; મૂઢ-અજ્ઞાનીને તેની ખબર પડતી નથી, અને સાંભળવામાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk