________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની વ્યાખ્યા, અને તેનાં પ્રકારો
૫. શ્રી બનારસીદાસજીએ બે ચિઠ્ઠી લખી છે-એક તો પરમાર્થવનિકા અને બીજી ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી. પરમાર્થ વચનિકામાં સંસારી જીવની ત્રણ અવસ્થાઓ-અજ્ઞાનદશા, સાધકદશા અને કેવળજ્ઞાનદશા, તથા તેના નિશ્ચય-વ્યવહાર; આગમપદ્ધત્તિ, અને અધ્યાત્મપદ્ધત્તિ, અર્થાત્ સંસારમાર્ગ અને મોક્ષમાર્ગ સમ્યગ્દષ્ટિ-જ્ઞાતાના વિચાર અને તે કઈ રીતે મોક્ષમાર્ગ સાધે છે તેનું વર્ણન; મિથ્યાષ્ટિ કેમ મોક્ષમાર્ગને નથી સાધી શકતો તેનું વર્ણન; હેય-શૈય-ઉપાદેયનું સ્વરૂપ; જ્ઞાનનું અને મોક્ષમાર્ગનું સ્વાલંબીપણું-એ બધાનું ઘણું સ્પષ્ટીકરણ કર્યું છે. તે પરમાર્થવનિકા પંચાઈ ગઈ. હવે બીજી ચિઠ્ઠી ઉપાદાન-નિમિત્તની છે, તે વંચાય છે.
પ્રથમ જ કોઈ પૂછે છે કે નિમિત્ત શું? ઉપાદાન શું? તેનું વિવરણઃ નિમિત્ત તો સંયોગરૂપ કારણ, ઉપાદાન વસ્તુની સહજ શક્તિ.”
જાઓ, આ ઉપાદાન-નિમિત્તની વ્યાખ્યા. તદ્દન ટૂંકામાં સ્પષ્ટતા કરી દીધી છે. વસ્તુની જે સહજ શક્તિ છે તે ઉપાદાન છે. અને તે ઉપાદાન પોતાની સહજશક્તિથી જ્યારે કાર્ય કરતું હોય ત્યારે જે સંયોગરૂપ કારણો હોય તે નિમિત્ત છે. ઉપાદાન એટલે વસ્તુની સહજશક્તિ એમ કહ્યું તેમાં એકલી ત્રિકાળીશક્તિ ન સમજવી પણ દ્રવ્યગુણ-પર્યાય ત્રણેની શક્તિ તે ઉપાદાન છે. અને પર સંયોગ તે નિમિત્ત છે.
ઉપાદાન શું, નિમિત્ત શું, એમ બંનેનું સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા જેને જાગી છે, ને તેનું સ્વરૂપ પૂછે છે તેને આ વાત સમજાવે છે. ઉપાદાન અને નિમિત્ત બંને વસ્તુ ભિન્ન; એક સ્વભાવરૂપ, બીજી સંયોગરૂપ. ઉપાદાન-નિમિત્તના સાત દોહરામાં પણ પં. બનારસીદાસજી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk