________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪ : અધ્યાત્મ-સંદેશ
ઉપાદાન નિજગુણ જહાં તહાં નિમિત્ત પર હોય;
ભેદજ્ઞાન પરવાનવિધિ વિરલા બૂઝે કોય. (૪) ભૈયા ભગવતીદાસજી પણ ઉપાદાન-નિમિત્તના દોહરામાં કહે છે કે
ઉપાદાન નિજશક્તિ હૈ જીયકો મૂલ સ્વભાવ,
હૈ નિમિત્ત પરયોગતે બન્યો અનાદિ બનાવ. (૩) અહીં નિમિત્તને સંયોગરૂપ કહ્યું, તે ઉપરાંત બીજા પ્રકારે પોતામાં ને પોતામાં ગુણભેદકલ્પના કરીને ગુણોમાં પરસ્પર નિમિત્તપણું કહેશે, એટલે એક જ દ્રવ્યના ભાવોમાં ઉપાદાન અને નિમિત્ત બને બતાવશે. જેમ કે જીવમાં જ્ઞાન ને ચારિત્ર બને ગુણોનું પરિણમન સહકારીપણે એકસાથે વર્તી રહ્યું છે તેમાં ચારિત્રને ઉપાદાન તરીકે અને જ્ઞાનને નિમિત્ત તરીકે વર્ણવશે, અને તેમાં શુદ્ધ-અશુદ્ધપણાની ચૌભંગી ઉતારશે.
અહીં પહેલાં ઉપાદાન-નિમિત્તની વ્યાખ્યા કરીને બે દ્રવ્યની ભિન્નતા બતાવે છે. જે વસ્તુ પોતાની સહજ શક્તિથી કાર્યરૂપ પરિણમે છે તે ઉપાદાન છે, અને જે વસ્તુ સ્વયં કાર્યરૂપે પરિણમતી નથી પણ સંયોગરૂપ હોય છે તે નિમિત્ત છે. જેમ કે મોક્ષમાર્ગનું ઉપાદાન શુદ્ધઆત્મા પોતે, અને બહારમાં દેવ-શાસ્ત્ર–ગુરુ વગેરે સંયોગો તે નિમિત્ત; ઘડો થવાની સહજશક્તિ માટીની, અને કુંભાર-ચક વગેરે સંયોગો તે નિમિત્ત. આ રીતે ઉપાદાન અને નિમિત્ત બંને ભિન્નભિન્ન છે, ને ભિન્ન વસ્તુઓ એકબીજામાં કાંઈ કરે નહિ, એક-બીજાને પરિણમાવે નહિ-એ સિદ્ધાંત સમજી લેવો.
* ઉપાદાન એટલે શું? * વસ્તુની સહ૪શક્તિ તે ઉપાદાન; તેમાં પોતાના દ્રવ્ય-ગુણ
પર્યાય ત્રણે આવી ગયા. * નિમિત્ત એટલે શું? * સંયોગરૂપ કારણ તે નિમિત્ત; તે પોતાથી ભિન્ન પરવસ્તુ છે.
પોતાના દ્રવ્યગુણપર્યાય તે નિશ્ચયકારણ; સંયોગરૂપ કારણ તે વ્યવહાર-કારણ; વ્યવહાર કહો કે નિમિત્ત કહો.
* સંયોગીકારણો કાર્યમાં કંઈ કરે છે? * –નથી કરતા. * જો કાંઈ નથી કરતા તો તેને કારણ કેમ કહ્યા? કારણ તો
તેને કહેવાય કે કાર્યમાં જે કાંઈક કરે?
*
*
*
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk