________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી : ૧૭૫
* સંયોગને ઉપચારથી કારણ કહ્યું છે, તે ખરેખર કારણ નથી. કયા કાર્ય વખતે કેવો સંયોગ હોય છે તે બતાવવા સંયોગને પણ આરોપથી કારણ કહ્યું છે, ખરેખર કાર્યમાં તે કાંઈ કરતું નથી. કાર્ય તો ઉપાદાન એકલું પોતાની સહજશક્તિથી કરે છે. * જો એકલા ઉપાદાનથી કાર્ય થાય છે તો પછી નિમિત્તની શું જરૂર પડી?
* કાર્ય વખતે એનું અસ્તિત્વ છે તે બતાવ્યું, તેમાં જરૂરની કયાં વાત છે ? આને તેની મદદની જરૂર ન હોય તેથી શું જગતમાંથી તેનું અસ્તિત્વ મટી જાય ? કાર્યની વિશેષતાઅનુસાર સંયોગમાં કેવી વિશેષતા હોય છે તે બતાવવા નિમિત્તોનું વર્ણન કર્યું છે; પણ કાંઈ કાર્યમાં તેનું કર્તૃત્વ બતાવવા તેને ‘નિમિત્તકારણ નથી કહ્યું. નિમિત્તો તો ધર્માશ્તિાયવત્ છે. -જેમ પોતાની સહજશક્તિથી ગતિ કરતા પદાર્થોને નિમિત્તકા૨ણ ધર્માસ્તિકાય છે, પણ તે કાંઈ પદાર્થોને ગતિકાર્ય કરાવતું નથી. બધા નિમિત્તોમાં પણ એ પ્રમાણે અકર્તાપણું સમજી લેવું.
જીવ સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાય પ્રગટ કરે તે પોતાની સહજ શક્તિથી પ્રગટ કરે છે, અને દેવ-ગુરુ-શાસ્ત્ર વગેરેનો બાહ્યસંયોગ તેમાં નિમિત્ત છે, તેમજ રાગાદિ વિકાર પણ પોતે કરે છે ત્યારે કર્મ વગેરે બીજી ચીજોનો સંયોગ નિમિત્ત છે. પર્યાય અશુદ્ધ હો કે શુદ્ધ હો-તેનામાં પણ તેની કાર્યશક્તિ છે. કોઈને એમ લાગે કે દ્રવ્યમાં જ શક્તિ હોય ને પર્યાયમાં શક્તિ ન હોય, તો તે બરાબર નથી. પર્યાયમાં પણ તે તે સમયપૂરતું કાર્ય કરવાની શક્તિ છે.
હવે ઉપાદાન-નિમિત્તના બે પ્રકાર કહે છે
“ (૧) દ્રવ્યાર્થિક નિમિત્ત-ઉપાદાન, (૨) પર્યાયાર્થિક નિમિત્ત-ઉપાદાન.
દ્રવ્યાર્થિક નિમિત્ત-ઉપાદાન એ ગુણભેદકલ્પનારૂપ છે; પર્યાયાર્થિક નિમિત્ત-ઉપાદાન એ પ૨સંયોગકલ્પનારૂપ છે.
,,
(એ બંનેમાં ચૌભંગી કહેશે.)
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk