________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૪ : અધ્યાત્મ-સંદેશ નથી. ભિન્ન ભિન્ન પ્રકારે સમજાવવા માટે અનેક વિવક્ષાથી કથન કર્યું હોય, ત્યાં તે વિવક્ષા સમજીને તેનું તાત્પર્ય સમજી લેવું જોઈએ વીતરાગી શાસ્ત્રોનું તાત્પર્ય હંમેશાં એવું જ હોય કે જેનાથી આત્માને લાભ જ થાય... ને વીતરાગતા વધે.
સમ્યગ્દર્શન પહેલાંના જ્ઞાન-ચારિત્રમાં કંઈક વિકાસ દેખીને, તથા નિર્જરા દેખીને, તેનામાં વિશુદ્ધતા ભલે કીધી પણ સમ્યગ્દર્શન વગર તેનું જોર ચાલતું નથી એટલે કે મોક્ષમાર્ગ થતો નથી. માટે સમ્યગ્દર્શનની જ પ્રધાનતા આવી. સમ્યગ્દર્શન સહિતનું જ્ઞાન, અને સમ્યગ્દર્શન સહિતની સ્વરૂપ-સ્થિરતારૂપ ક્રિયા-તે જ મોક્ષમાર્ગ છે; આ રીતે સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર તે મોક્ષમાર્ગ છે. અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને મોક્ષમાર્ગ કહેતાં તેનાથી વિરુદ્ધ એવા મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્ર તે બંધનાં કારણ છે–એમ પણ આવી ગયું.
અહીં પ્રશ્ન – જ્ઞાનનો ઉઘાડ બંધનું કારણ નથી-એમ આપે કહ્યું હતું ને?
ઉત્તર:- જ્ઞાનનો ક્ષયોપશમભાવ તે બંધનું કારણ નથી–એ બરાબર છે; જો ઉઘાડ જ બંધનું કારણ થાય તો તો ક્ષયોપશમ વધતાં બંધન પણ વધતું જાય, પણ એમ નથી. પરંતુ જ્ઞાન પોતે જ્યારે મોહ સાથે ભળીને વર્તે છે ને નિજપ્રયોજનને સાધતું નથી, સ્વતત્ત્વને જાણવામાં પ્રવર્તતું નથી ત્યારે તે બંધનું કારણ થાય છે, એટલે મિથ્યાજ્ઞાનને બંધનું કારણ કહ્યું છે. અને જ્ઞાન જ્યારે સ્વતત્ત્વને જાણવામાં પ્રવર્તતું થયું નિજપ્રયોજનને સાધે છે ત્યારે તે સમ્યજ્ઞાનને મોક્ષનું કારણ કહ્યું છે.
હે મહાપ્રાજ્ઞ! જ્ઞાન પરને જાણે તેથી તે દુ:ખી ન થઈશ”—એટલે કે સમ્યજ્ઞાન પરને જાણે તેથી કાંઈ તે મિથ્યા થઈ જતું નથી, જાણવાનો તો એનો સ્વભાવ છે. પણ સ્વ-પરની ભિન્નતાને જાણે નહિ, સ્વતત્ત્વને ઓળખે નહિ ને પરને જ જાણવામાં પ્રવર્તે-તો પોતાના વિજ્ઞાનઘનસ્વભાવથી ભ્રષ્ટ થયેલું તે અજ્ઞાન બંધનું કારણ થાય છે. જ્ઞાને પોતાના સ્વરૂપને ન ઓળખ્યું છે તેનો અપરાધ છે. આ રીતે વિપક્ષાઅનુસાર આશય સમજતાં શાસ્ત્રોમાં ક્યાંય વિરુદ્ધતા નથી.
નિગોદમાંથી મનુષ્ય થતાં જ્ઞાનનો ઉઘાડ ઘણો વધ્યો, પણ તે જ્ઞાન સ્વસમ્મુખ થઈને જ્યાં સુધી સ્વપ્રયોજનને ન સાધે ત્યાં સુધી મોક્ષમાર્ગમાં આવે નહિ; સ્વતત્ત્વને જાણીને સમ્યક થાય ત્યારે જ તે મોક્ષમાર્ગમાં આવે. આ અપેક્ષાએ સ્વાનુભૂતિરૂપ આત્મજ્ઞાન પાસે શાસ્ત્રજ્ઞાનને સ્થૂળ કહ્યું છે. જ્ઞાન
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk