________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાર્થ વચનિકા : ૧૨૭ એક જીવને આગમપદ્ધત્તિ અનાદિની છે, ને અધ્યાત્મપદ્ધત્તિરૂપ સાધકદશા અસંખ્ય સમયની હોય છે. કોઈ સાધક દશામાં લાંબામાં લાંબો કાળ રહે તોપણ તે અસંખ્યસમય જ હોય, તેથી વધુ ન હોય; ને કોઈ જીવ સાધકદશામાં ઓછામાં ઓછો કાળ રહીને સિદ્ધ થાય તો પણ તેને સાધકદશામાં અસંખ્યસમય તો હોય જ. સંસારમાં દરેક જીવને આ બધાય ભાવો હોય જ એવો નિયમ નથી; જેને જે લાગુ પડે તે સમજી લેવા.
અરે ચૈતન્ય પ્રભુ! તારી શક્તિના એક ટંકારે તું કેવળજ્ઞાન લે એવી તારી તાકાત, ને તું તારા સ્વરૂપને અનુભવમાં નથી લેતો... તેમાં તને શરમ નથી આવતી ? સર્વજ્ઞસ્વભાવી હોવા છતાં ભવ કરતાં તને શરમ નથી આવતી ? સ્વભાવ સમજવાના ઉદ્યમમાં તને થાક લાગે છે ને પરભાવમાં તને થાક લાગતો નથી, પણ અરે ભાઈ ! સ્વભાવને સાધવો એમાં થાક શા? એમાં થાક ન હોય. એમાં તો પરમ ઉત્સાહુ હોય... એ તો અનાદિના થાક ઉતારવાના રસ્તા છે. મુમુક્ષુને તો પરભાવમાં થાક લાગે ન સ્વભાવ સાધવામાં પરમ ઉત્સાહ જાગે.
5
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk