________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧ર૬ : અધ્યાત્મ-સંદેશ
જેમ સમયસારમાં અજ્ઞાનીને પુદ્ગલકર્મના પ્રદેશમાં સ્થિત કહ્યો, તેમ અહીં અશુદ્ધપરિણામને પુદગલાકાર કહ્યા; તે આત્માના સ્વભાવની જાત નથી તેથી તેને આત્મ-આકાર ન કહ્યા. આત્માના આશ્રયે પ્રગટેલા, આત્માના શુદ્ધપરિણામ છે તે આત્મઆકાર છે, તેમાં પુદ્ગલનો સંબંધ નથી. આત્માના સ્વભાવ સાથે સંબંધવાળા જ ભાવ હોય તે જ આત્માને સુખનું કારણ હોય. પુદ્ગલ સાથે સંબંધવાળા જે ભાવ હોય તે આત્માને સુખનું કારણ ન હોય, તેથી તે ભાવો ઉપાદેય નથી; તે તો આગંતૂક એટલે બહારથી આવેલા છે, તે કાંઈ ઘરમાંથી પ્રગટેલા નથી, કે ઘરમાં રહેવાના નથી. તે ભાવોમાં ખરેખર આત્મા નથી, તેમાં મોક્ષમાર્ગ નથી. જે કોઈ શુભાશુભ ભાવો છે તેમાં આત્માનો અધિકાર નથી પણ આસવનો અધિકાર છે, બંધનો અધિકાર છે. એ વિકારી ભાવોનું સ્વામીપણું આવા ને બંધ તત્ત્વોને છે, આત્માના સ્વભાવને તેનું સ્વામીપણું નથી, માટે તેમાં આત્માનો અધિકાર નથી. આત્માનો અધિકાર તો શુદ્ધ ચેતના પરિણામમાં છે. આગમપદ્ધત્તિ છે તે ઉદયભાવરૂપ છે, ને અધ્યાત્મપદ્ધત્તિ ઉપશમ-ક્ષાયક કે સમ્યકક્ષયોપશમભાવરૂપ છે. પુણ્ય-પાપ-આસવ-બંધ ને અજીવકર્મ એ પાંચ તત્ત્વો આગમપદ્ધત્તિમાં સમાય છે, ને સંવર-નિર્જરા-મોક્ષ તથા શુદ્ધજીવ એ ચાર તત્ત્વો અધ્યાત્મપદ્ધત્તિમાં આવે છે. આમ બંને પદ્ધત્તિ એકબીજાથી વિલક્ષણ છે. તેનું સ્વરૂપ ઓળખે તો ભેદજ્ઞાન થઈ જાય ને મોક્ષમાર્ગ પ્રગટે; એટલે પોતામાં અધ્યાત્મની પરંપરા વિકસવા માંડે ને આગમની (કર્મની તથા અશુદ્ધતાની) પરંપરા તૂટવા માંડે. -આનું નામ ધર્મ આવી અધ્યાત્મપદ્ધત્તિની (એટલે કે શુદ્ધ પરિણામની પરંપરાની) શરૂઆત ચોથા ગુણસ્થાનથી થાય છે. ચોથાથી ચૌદમાં ગુણસ્થાન સુધી અધ્યાત્મપદ્ધત્તિ છે; પરંતુ ત્યાં જેટલી અશુદ્ધતા ને કર્મનો સંબંધ છે તેટલી આગમપદ્ધત્તિ છે. તે સર્વથા છૂટી જતાં સંસાર છૂટી જાય છે ને સિદ્ધદશા પ્રગટે છે, ત્યાં પછી પુદ્ગલકર્મ સાથેનો જરાય સંબંધ રહેતો નથી, ને સંસારની અનાદિની પરંપરા પણ અત્યંતપણે છેદાઈ જાય છે.
અજ્ઞાની તો આગમપદ્ધત્તિને, એટલે કે વિકારને તથા કર્મના સંબંધને જ જીવનું સ્વરૂપ માને છે, જીવના શુદ્ધસ્વરૂપને તે જાણતો નથી, એટલે તેને અધ્યાત્મપદ્ધત્તિ કે આગમપદ્ધત્તિ બેમાંથી એયનું જ્ઞાન નથી. તેને આગમપદ્ધત્તિ તો છે પણ આગમપદ્ધત્તિનું જ્ઞાન તેને નથી; શુભરાગ વગેરે આગમપદ્ધત્તિને જ તે તો અધ્યાત્મપદ્ધત્તિરૂપ માની લ્ય છે-એ વાત આગળ આવશે. આગમ તથા અધ્યાત્મપદ્ધત્તિનું ખરું જ્ઞાન સમ્યજ્ઞાનીને જ હોય છે.
સંસારમાં આગમ અને અધ્યાત્મપદ્ધત્તિ બંને ત્રિકાળ છે, પણ વ્યક્તિગત
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk