________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬O : અધ્યાત્મ-સંદેશ
આ રીતે ગુણસ્થાનઅનુસાર અશુદ્ધતા હેય થતી જાય છે (-છૂટતી જાય છે), શુદ્ધતા ઉપાદેય થતી જાય છે, એટલે હેય-ઉપાદેયશક્તિ વધતી જાય છે, જ્ઞાનની તાકાત પણ વધતી જાય છે, અને ક્રિયા (શુભરાગ તથા બાહ્યક્રિયા) તે-તે ગુણસ્થાનને યોગ્ય હોય છે. એક ગુણસ્થાને પણ ભિન્ન ભિન્ન અનેક જીવોને જુદી જુદી ક્રિયા હોય છે-પણ તે ગુણસ્થાનને યોગ્ય હોય તેવી જ ક્રિયા હોય, તેથી વિરુદ્ધ ન હોય. જેમ કે-કરોડો મુનિ છઠ્ઠી ગુણસ્થાને હોય છે તેમાં કોઈ સ્વાધ્યાયકિયા, કોઈ ધ્યાન, કોઈ આહાર, કોઈ વિહાર, કોઈ આલોચના, કોઈ પ્રાયશ્ચિત્ત, કોઈ ઉપદેશ, કોઈ તીર્થનંદના, કોઈ જિનસ્તવન, કોઈ દિવ્યધ્વનિશ્રવણ-એવી ભિન્ન ભિન્ન ક્રિયામાં પ્રવર્તતા હોય, –પણ ત્યાં કોઈ વસ્ત્ર પહેરતા હોય કે વાસણમાં જમતા હોય કે સદોષ આહાર લેતા હોય-એવી ક્રિયા છઠ્ઠી ગુણસ્થાને ન સંભવે. એ રીતે ચોથા ગુણસ્થાને જિનપ્રભુની પૂજા, મુનિવરો વગેરેને આહારદાન, સ્વાધ્યાય, શ્રવણ વગેરે શુભ, તેમજ વેપાર ગૃહકાર્ય વગેરે અશુભ, તથા કોઈ વાર સ્વરૂપનું ધ્યાન વગેરે ક્રિયાઓ હોય છે, પણ કુદેવ-કુગુરુનું સેવન, સીધી ત્રસહિંસા, કે માંસભક્ષણ વગેરે ક્રિયાઓ ત્યાં સંભવતી નથી. આમ રાગ અને બાહ્યક્રિયા તે છે કે નિમિત્ત છે પણ તે ગુણસ્થાન અનુસાર હોય છે. તેરમા ગુણસ્થાને કેવળજ્ઞાની પ્રભુને યોગનું કંપન, દિવ્યધ્વનિ કે ગગનમાં મંગલવિહાર જેવી ક્રિયાઓ હોય, પણ ત્યાં રોગ, ખોરાક, કે જમીન ઉપર ગમન વગેરે ક્રિયાઓ હોય નહિ. જે ભૂમિકામાં જેવી ક્રિયા ને જેવો રાગ ન સંભવે તેવી ક્રિયા ને તેવો રાગ ત્યાં માને તો તેને તે ભૂમિકાના સ્વરૂપની ખબર નથી, અને તે ભૂમિકાના યોગ્ય નિમિત્ત કેવા હોય તેને પણ તે ઓળખતો નથી.
હવે હેય બાબતઃ જે ભૂમિકામાં જે પ્રકારની અશુદ્ધતા બાકી હોય તેને ત્યાં હેયરૂપ જાણે; પણ તે ભૂમિકામાં જે પ્રકારની અશુદ્ધતાનો અભાવ જ હોય ત્યાં ય કોને કરવું? જેમકે છઠ્ઠી ગુણસ્થાને મિથ્યાત્વ-અવતાદિ ભાવ છૂટી ગયેલા જ છે એટલે ત્યાં હવે તેને છોડવાપણું બાકી નથી, તેથી ત્યાં યરૂપમાં તે અવતાદિ ન લેવાય; પણ તે ભૂમિકામાં મહાવ્રતાદિ સંબંધી જે શુભરાગ વર્તે છે તે રાગ જ ત્યાં હેયરૂપ છે. કેમકે છોડવાયોગ્ય તો પોતામાં હોય તેવી અશુદ્ધતા છે, પણ પોતામાં જે અશુદ્ધતા હોય જ નહિ તેને શું છોડવી ? માટે હેયપણું પણ ગુણસ્થાનઅનુસાર જાણવું. કેવળીભગવંતને હવે કાંઈ મિથ્યાત્વ કે રાગાદિને હેય કરવાપણું નથી રહ્યું, તેમને તો તે ભાવો છૂટી ગયેલા જ છે. જેનો અભાવ છે તેને છોડવું શું? એમ બધા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk