________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૩૧ ત્યારે તો નિર્વિકલ્પતા હોય છે, અને જ્યારે બહારના શુભાશુભકાર્યોમાં પ્રવર્તે ત્યારે સવિકલ્પતા હોય છે. પરંતુ સવિકલ્પતા હો કે નિર્વિકલ્પતા હો-સમ્યગ્દર્શન તો બંને વખતે એવું ને એવું વર્તે છે. કોઈ એમ નથી કે નિર્વિકલ્પતા વખતે સમ્યગ્દર્શન વધુ નિર્મળ થઈ જાય ને સવિકલ્પતા વખતે તે મલિન થઈ જાય. કોઈને સવિકલ્પતા હોય છતાં ક્ષાયિક સમ્યકત્વ વર્તતું હોય. કોઈને નિર્વિકલ્પતા હોવા છતાં ક્ષાયોપથમિક સમ્યકત્વ વર્તતું હોય. એટલે સમકિતની નિર્મળતાનું કે નિશ્ચય-વ્યવહારનું માપ સવિકલ્પતા-નિર્વિકલ્પતા ઉપરથી નથી થતું. હા, એમાં એટલો નિયમ ખરો કે સમ્યકત્વની ઉત્પત્તિના કાળે નિર્વિકલ્પઅનુભૂતિ હોય જ, અને મિથ્યાષ્ટિને તો નિર્વિકલ્પ અનુભૂતિ કદી હોઈ શકે નહિ. પરંતુ સમ્યગ્દષ્ટિને નિર્વિકલ્પ ઉપયોગ સદાય રહે એવું એ બંનેનું સદાય અવિનાભાવીપણું નથી.
અહીં એ પ્રશ્ન સમજાવે છે કે શુભ-અશુભમાં ઉપયોગ વર્તતો હોય ત્યારે સમ્યકત્વનું અસ્તિત્વ કઈ રીતે હોય?–ભાઈ જી! સમકિત એ કાંઈ ઉપયોગ નથી, સમકિત એ તો પ્રતીતિ છે. શુભાશુભમાં ઉપયોગ વર્તતો હોય ત્યારે પણ શુદ્ધાત્માનું અંતરંગશ્રદ્ધાન તો ધર્મીને એવું ને એવું વર્તે છે; સ્વ-પરનું જે ભેદવિજ્ઞાન થયું છે તે તો તે વખતે પણ વર્તી જ રહ્યું છે. આ શુભ-અશુભ મારો સ્વભાવ નથી, હું તો શુદ્ધ ચૈતન્યસ્વભાવ જ છું-એવી નિશ્ચય અંતરંગશ્રદ્ધા ધર્મીને શુભ-અશુભ વખતેય ખસતી નથી. જેમ ગુમાસ્તો શેઠના કાર્યોમાં પ્રવર્તે છે, નફો-નુકશાન થતાં હર્ષ-વિષાદ પણ પામે છે, છતાં અંતરમાં ભાન છે કે આ નફા-નુકશાનનો સ્વામી હું નથી. જો શેઠની મિલક્તને ખરેખર પોતાની માની લ્ય તો તો ચોર કહેવાય. તેમ ધર્માત્માનો ઉપયોગ શુભ-અશુભમાં ય જાય છે, શુભઅશુભરૂપે પરિણમે છે, તોપણ અંતરમાં તે જ વખતે તેને શ્રદ્ધાન છે કે આ કાર્ય મારાં નથી, તેનો સ્વામી હું નથી; શુદ્ધઉપયોગ વખતે જેવી પ્રતીત વર્તતી હતી, અશુભ ઉપયોગ વખતે પણ એવી જ પ્રતીત શુદ્ધાત્માની વર્તે છે. એટલે તેને શુભ-અશુભ વખતેય સમ્યકત્વમાં બાધા આવતી નથી. જો પરભાવોને પોતાના માને કે દેહાદિ પર દ્રવ્યની ક્રિયાને પોતાની માને-તો તત્ત્વશ્રદ્ધાનમાં વિપરીતતા થાય એટલે મિથ્યાત્વ થાય.
વળી, નિર્વિકલ્પતા વખતે નિશ્ચયસમ્યકત્વ, ને સવિકલ્પતા વખતે વ્યવહારસમ્યકત્વ-એમપણ નથી. ચોથા ગુણસ્થાને મિથ્યાત્વને નષ્ટ કરીને નિર્વિકલ્પ સ્વાનુભૂતિપૂર્વક શુદ્ધાત્મપ્રતીતરૂપ જે સમ્યગ્દર્શન પ્રગટયું છે તે નિશ્ચય સમ્યગ્દર્શન છે; અને આ નિશ્ચય સમ્યગ્દર્શન સવિકલ્પ કે નિર્વિકલ્પ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk