________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૨ : અધ્યાત્મ-સંદેશ
પ્રશ્ન:- બંને ગુણોને અસહાય કહ્યા, પરંતુ સમ્યજ્ઞાન વગર તો સમ્યક્રચારિત્ર કદી થતું નથી, તો ચારિત્રનું પરિણમન જ્ઞાનને આધીન થયું કે નહીં?
ઉત્તર- સમ્યજ્ઞાન વગર સમ્યકચારિત્ર નથી થતું એ ખરું, પણ એ તો ક્યો ગુણ કયારે પરિણમે છે તેનું જ્ઞાન કર્યું તેથી કરીને કોઈ ચારિત્રનું પરિણમન જ્ઞાનને આધીન થઈ ગયું-એમ નથી. બીજ પછી જ પૂનમ ઊગે તેથી શું પૂનમ બીજને આધીન થઈ ગઈ ? તેમ સમ્યક્રચારિત્રપર્યાય સમ્યગ્દર્શન-જ્ઞાન પછી જ ખીલે, તેથી કરીને કાંઈ તે ચારિત્રપર્યાય દર્શન-જ્ઞાનને આધીન થઈ ગઈ નથી; એનું સ્વતંત્ર પરિણમન તેવું છે. કોઈને સમ્યગ્દર્શન-જ્ઞાન પછી તરત જ ચારિત્રપર્યાય ખીલી જાયને કોઇને સમ્યગ્દર્શન-જ્ઞાન થવા છતાં ચારિત્રપર્યાય ખીલતાં અસંખ્યાત વર્ષો વીતી જાય. –ચારિત્રનું તે પ્રકારનું પરિણમન સ્વાધીન છે. રવિવાર પછીજ સોમવાર આવે, તેથી કરીને કાંઈ સોમવાર રવિવારને આધીન થઈ ગયો?-નહિ એ તો સાત વારનો ક્રમ ઓળખાવવા માટે વાત છે. તેમ સમ્યગ્દર્શન વગર સમ્યક્રચારિત્ર નથી હોતું, સમ્યગ્દર્શનપૂર્વક જ સમ્યક્રચારિત્ર હોય છે-એમ બતાવવા ચારિત્ર પણ સમ્યગ્દર્શનને આધીન છે-એમ કોઈ વાર કહેવાય છે, પણ તે તો ગુણોના પરિણમનનો ક્રમ બતાવવા માટે વાત છે. કોઈ સમ્યગ્દર્શન વગર ચારિત્ર લેવા માંગે તો તે ગુણોના પરિણમનના કમને સમજ્યો નથી, તેમજ ગુણોના સ્વાધીન પરિણમનની પણ તેને ખબર નથી.
વસ્તુના અનંત ગુણોમાંથી જેની મુખ્યતાથી કથન કરવું હોય તેને ઉપાદાન કહેવાય ને બીજાને નિમિત્ત કહેવાય. જેમ સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન બંનેની ઉત્પત્તિ તો એક સાથે જ છે, છતાં તેમાં સમ્યગ્દર્શનને મુખ્ય કરીને તેને કારણ કહ્યું ને સમ્યજ્ઞાનને કાર્ય કહ્યું; તેમ વસ્તુમાં અનંત ગુણો એક સાથે કાર્ય કરી રહ્યા છે પણ તેમાં જ્યારે જે ગુણની મુખ્યતાથી વાત કરવી હોય તેને ઉપાદાન કહેવાય ને બીજાને નિમિત્ત કહેવાય, –એવી અંદરની શૈલી છે.
જેમ બાહ્યનિમિત્ત તો સંયોગરૂપ પરવસ્તુ છે, તેમ અંદરના ગુણોમાં પરસ્પર નિમિત્તપણું તે કાંઈ પરવસ્તુની માફક સંયોગરૂપ નથી, તે તો સ્વવસ્તુરૂપ છે, પણ ગુણભેદકલ્પનાથી મુખ્ય-ગૌણ કરીને તેમાં ઉપાદાન-નિમિત્તપણું ઉતારે છે. મુખ્ય તે ઉપાદાન, ને નિમિત્ત તે ગૌણ; જેમ મોક્ષમાર્ગમાં મુખ્ય તે નિશ્ચય, એટલે તે જ ખરો મોક્ષમાર્ગ, અને ગૌણ તે વ્યવહાર એટલે તે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk