________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૮૯ સમ્યગ્દર્શન ચારે ગતિમાં હોય, સંજ્ઞી પંચેન્દ્રિયને હોય, ત્રસ કાયવાળાને હોય, વગેરે; અહીં કહે છે કે શુદ્ધાત્માની જ્યાં પ્રતીત હોય ત્યાં સમ્યગ્દર્શન હોય, ને શુદ્ધાત્માની પ્રતીત જ્યાં ન હોય ત્યાં સમ્યગ્દર્શન ન હોય. માટે સમ્યગ્દર્શનને ખોજ તારા શુદ્ધાત્મામાં. આ નિશ્ચય માર્ગણા છે. શુદ્ધ આત્માની પ્રતીત વગર ગતિ-ઇન્દ્રિય-કાય વગેરેમાં સમ્યગ્દર્શન ખોજે તો તે મળે તેમ નથી. જે સમ્યગ્દર્શનને શોધવાનું છે એનું સાચું સ્વરૂપ પણ જે જાણતો નથી તે તેને શોધશે કેવી રીતે ? માટે મોક્ષાર્થીએ સૌથી પહેલાં આવા સમ્યગ્દર્શનનું સ્વરૂપ ઓળખીને તેની આરાધના કરવી જોઈએ, કેમકે મોક્ષમાર્ગનું પહેલું પગલું સમ્યગ્દર્શન છે, એના વગર મોક્ષમાર્ગ એક પગલું પણ ચલાતું નથી.
સમ્યગ્દર્શન થયા પછી જીવને બે પ્રકારના ભાવો હોય છે. એક રાગ વગરના, ને બીજા રાગવાળા, સમ્યગ્દર્શન થયું તે પોતે રાગ વગરનો ભાવ છે, સમ્યજ્ઞાન થયું તે પણ રાગ વગરનું છે, ચારિત્રપરિણતિમાં હજી કેટલોક રાગ બાકી છે, પણ તેને જ્ઞાનનો ઉપયોગ જ્યારે સ્વમાં જોડાય ત્યારે બુદ્ધિપૂર્વક રાગનું વદન તે ઉપયોગમાં હોતું નથી, તે ઉપયોગ તો આનંદના જ વેદનમાં મગ્ન છે. એટલે તે વખતે અબુદ્ધિપૂર્વકનો જ રાગ છે. અને જ્યારે બહારમાં ઉપયોગ હોય ત્યારે-સવિકલ્પદશામાં જે રાગ છે તે બુદ્ધિ-પૂર્વકનો છે, છતાં તે વખતેય સમ્યગ્દર્શન પોતે કાંઈ રાગવાળું થઈ ગયું નથી. ભલે કદાચ તે વખતે “સરાગ-સમ્યકત્વ' નામ અપાય, તોપણ ત્યાં બંનેનું ભિન્નપણું સમજી લેવું કે સમ્યગ્દર્શન જાદા પરિણામ છે ને રાગ જુદા પરિણામ છે; એક જ ભૂમિકામાં ‘રાગ” અને “સમ્યકત્વ' બંને સાથે હોવાથી ત્યાં “સરાગ-સમ્યકત્વ' કહ્યું છે. કાંઈ રાગ તે સમ્યકત્વ નથી ને સમ્યકત્વ પોતે સરાગ નથી. ચોથા ગુણસ્થાનનું સમ્યગ્દર્શન તે પણ ખરેખર વીતરાગ જ છે; ને વીતરાગભાવ જ મોક્ષનું સાધન થાય છે, સરાગભાવ મોક્ષનું સાધન થતો નથી.
સમ્યગ્દષ્ટિને એક સાથે બંને ધારા હોવા છતાં, એક મોક્ષનું કારણ ને બીજાં બંધનું કારણ એ બંનેને ભિન્નભિન્ન સ્વરૂપે ઓળખવા જોઈએ. બંધ-મોક્ષનાં કારણો ભિન્નભિન્ન છે, જો તેમને એકબીજામાં ભેળવી દે તો તત્ત્વશ્રદ્ધાનમાં ભૂલ થાય. સમ્યગ્દર્શનની પાસેના રાગને પણ મોક્ષનું કારણ માની ત્યે તો તેણે બંધના કારણને મોક્ષનું કારણ માની લીધું. એવા જીવને શુદ્ધઆત્માનું ધ્યાન કે રાગ વગરની નિર્વિકલ્પ દશા હોય નહિ, એટલે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk