________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૬ : અધ્યાત્મ-સંદેશ
(અહીં એવો ઊર્ધ્વગામી જીવ લેવો કે જે આગળ વધીને જરૂર મોક્ષમાર્ગને સાધે છે.) જો પહેલેથી જરાય નિર્જરા ન થતી હોત તો પૂર્ણ નિર્જરા પણ થાત નહિ. આથી કરીને કાંઈ શુભરાગથી નિર્જરા નથી પણ તે વખતે તીવ્રતાનો જે અભાવ થયો તેનાથી નિર્જરા છે. અશુભની ધારા આગળ વધીને કાંઈ શુદ્ધતા સુધી ન પહોંચે, અશુભમાંથી પહેલાં શુભમાં આવે, ને પછી ગ્રંથિભેદના બળે તેનાથી પણ આગળ વધીને કેવળજ્ઞાનને સાધે, એવો વિકાસનો ક્રમ છે. જ્ઞાનમાં અજાણપણાની ધારા વધી વધીને કાંઈ કેવળજ્ઞાન નથી થતું પણ અજાણપણું (મૂર્છિતપણું ) છૂટી, પહેલાં તત્ત્વવિચારયોગ્ય જ્ઞાનનું જાણપણું ઊઘડે પછી ગ્રંથિભેદના બળે આગળ વધીને કેવળજ્ઞાનને સાધે,-એવો જ્ઞાનના વિકાસનો ક્રમ છે. આ રીતે નિગોદથી શરૂ કરીને કેવળજ્ઞાન સુધી જ્ઞાન અને ચારિત્ર બંને ગુણ પોતપોતાની ધારામાં સ્વતંત્રપણે પોતાના ઉપાદાનથી જ વિકસી રહ્યાં છે. ને આ બે ગુણના દૃષ્ટાંતે સર્વ ગુણનાં ઉપાદાનમાં અસહાયસ્વાધીનપરિણામ સમજી લેવું, એ તાત્પર્ય છે.
પરમ વીતરાગ જૈનધર્મના અનાદિનિધન પ્રવાહમાં તીર્થંકરો અને સંતોએ આત્મહિતના હેતુભૂત અધ્યાત્મવાણીનો પ્રવાહ વહેવડાવ્યો છે; તીર્થંકરો અને સંતોનો એ અધ્યાત્મસંદેશ ઝીલીને અનેક જીવો પાવન થયા છે. શ્રાવક-ધર્માત્માઓએ એ અધ્યાત્મરસના પુનિત પ્રવાહને પોતાની અધ્યાત્મરસિકતા વડે વહેતો રાખ્યો છે. એ અધ્યાત્મરસના પાનથી સંસારના
પણ
સંતપ્ત જીવો ૫૨મ તૃપ્તિ અનુભવે છે.
卐
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk