________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪ : અધ્યાત્મ-સંદેશ અવલંબન એકકોર મૂકી, સ્વ તરફ વળે ત્યારે જ તે મતિશ્રુતજ્ઞાન આત્માને સમ્યકપણે અનુભવે છે, અને એવા જ્ઞાનપૂર્વક જ આત્માની સમ્યકપ્રતીતિ થાય છે. પૂર્વે અનંત કાળમાં જીવે આવી સમ્યકપ્રતીતિ કદી કરી નથી. આવી સમ્યક પ્રતીતિ તે અપૂર્વ કાર્ય છે, એના વડે મોક્ષમાર્ગની શરૂઆત થાય છે. આ સમ્યગ્દર્શન કયાંય પરમાંથી કે રાગના વિકલ્પમાંથી આવે તેમ નથી, સ્વભાવસભુખ દષ્ટિ કર્યું જ સમ્યગ્દર્શન થાય છે.
સમ્યગ્દર્શન સહિતનું જે સમ્યજ્ઞાન તે પ્રમાણ છે, ને તેમાં પ્રત્યક્ષ-પરોક્ષપણાનું આ વર્ણન ચાલે છે. અવધિજ્ઞાન અને મન:પર્યયજ્ઞાન કાંઈ બધાય સાધકને હોતાં નથી, કેટલાક જીવો તો અવધિ અને મન:પર્યય વગર, મતિ-શ્રુત વડે જ આત્માને અનુભવીને સીધા કેવળજ્ઞાન પામી જાય છે. કોઈ કોઈ ધર્મીને અવધિજ્ઞાન તથા મનઃપર્યયજ્ઞાન પ્રગટે છે, તેમાંય મન:પર્યયજ્ઞાન તો કોઈ મુનિને જ પ્રગટે છે. આ અવધિ અને મન:પર્યયજ્ઞાન જો કે પ્રત્યક્ષ છે પરંતુ તે જ્ઞાનો પરને-રૂપીને જ પ્રત્યક્ષ જાણી શકે છે, અરૂપી આત્માને તેઓ પ્રત્યક્ષ કરી શકતા નથી. મતિશ્રુતજ્ઞાન સ્વસમ્મુખ થઈને આત્માને સાધે છે, પરંતુ તે જ્ઞાનમાં કેવળજ્ઞાનની માફક આત્મપ્રદેશો સાક્ષાત પ્રત્યક્ષ જણાતા નથી તેથી તેમને પરોક્ષ કહ્યા છે. પરને પણ અવધિ-મન:પર્યયજ્ઞાન જેવું સ્પષ્ટ તે જાણતા નથી, અસ્પષ્ટ જાણે છે, તેથી તે પરોક્ષ છે. કેવળજ્ઞાનની તો શી વાત ! એ તો સર્વ પ્રકારે સાક્ષાત્ પ્રત્યક્ષ છે, પૂરેપૂરું પ્રત્યક્ષ છે. આત્માના એકેક પ્રદેશને પણ તે સાક્ષાત્ જાણે છે. આવા કેવળજ્ઞાન સહિત સીમંધર પરમાત્મા અત્યારે વિદેહક્ષેત્રે તીર્થંકરપણે વિરાજી રહ્યા છે.
આવો દુર્લભ અવસર પામીને પણ હે જીવ! જો. તેં તારા સ્વશયને ન જાણ્યું ને સ્વાશ્રય મોક્ષમાર્ગ ન સાધ્યો તો તારું જીવન વ્યર્થ છે. આ અવસર ચાલ્યો જશે તો તું પસ્તાઈશ. માટે જાગ. ને સ્વતિ સાધવામાં તત્પર થા.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk