________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનમાં પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રકારોનું વર્ણન
“હુવે પ્રમાણ સમ્યજ્ઞાન છે; તેથી મતિજ્ઞાન શ્રુતજ્ઞાન તો પરોક્ષપ્રમાણ છે, અવધિ મન:પર્યય અને કેવળજ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે ‘સાથે પરોક્ષ; પ્રત્યક્ષમન્યત્’ એવાં સૂત્રો કહ્યાં છે; તથા તર્કશાસ્ત્રમાં પ્રત્યક્ષ-પરોક્ષનું આવું લક્ષણ કહ્યું છે– સ્પષ્ટપ્રતિમાસાત્મ પ્રત્યક્ષમ્,
પૂર્ણ પરોક્ષદ્' અર્થાત જે જ્ઞાન પોતાના વિષયને સારી રીતે નિર્મળતારૂપ જાણે તે જ્ઞાન પ્રત્યક્ષ છે, અને જે જ્ઞાન સ્પષ્ટ–સારી રીતે ન જાણે તે પરોક્ષ છે. મતિજ્ઞાન શ્રુતજ્ઞાનના વિષય તો ઘણા છે પરંતુ તે એક જ શેયને સંપૂર્ણ જાણી શકતાં નથી તેથી તે પરોક્ષ છે; અવધિમન:પર્યયજ્ઞાનનો વિષય થોડો છે પરંતુ તે પોતાના વિષયને સ્પષ્ટ-સારી રીતે જાણે છે તેથી તે એકદેશ-પ્રત્યક્ષ છે, અને કેવળજ્ઞાન પોતે સર્વ શેયોને સ્પષ્ટ જાણે છે તેથી તે સર્વપ્રત્યક્ષ છે.”
આગમની શૈલીથી પ્રત્યક્ષ-પરોક્ષના આ પ્રકારો કહ્યા છે, તેમાં મતિ-શ્રુતને પરોક્ષ કહ્યા છે; છતાં અધ્યાત્મશૈલીમાં તેને સ્વાનુભવ-પ્રત્યક્ષ પણ કહેવાય છે-એ વાત પોતે જ આ પત્રમાં આગળ લખશે.
દરેક આત્મા જ્ઞાનસ્વરૂપ છે; તેનું જ્ઞાન કેવું કાર્ય કરે તો તેને ધર્મ કહેવાય? તેની આ વાત છે. અથવા શું કરવાથી સમ્યગ્દર્શન પ્રગટ થાય? તેની આ વાત છે. સમ્યકદર્શન એટલે સાચી પ્રતીત; શુદ્ધ આત્મા જેવો છે તેવી તેની પ્રતીત તે સમ્યકદર્શન છે. હવે, શુદ્ધાત્મા કેવો છે તેને જો જ્ઞાન બરાબર જાણે તો જ તેના સાચા જ્ઞાનપૂર્વક સાચી પ્રતીત થાય. જ્ઞાનમાં જ જેને વિપરીતતા હોય તેને સાચી પ્રતીત કયાંથી થાય? જે જાણ્યું હોય તેની પ્રતીત કરેને? આત્માને જાણવાનું કામ (છદ્મસ્થને) મતિશ્રુતજ્ઞાન વડે થાય છે. પણ જે મતિશ્રુતજ્ઞાન એકલા પર તરફ જ વર્તે તે આત્માને જાણી શકતા નથી. પરથી પાછા વળી, ઇન્દ્રિય તથા મનનું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk