________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી : ૧૯૭
હોતો નથી. સંસારમાં કોઈ સમયે કોઈ જીવ એવો ન હોય કે જેને એકલું બંધન જ થાય ને નિર્જરા જરા પણ ન થાય. હા, એકલી નિર્જરા હોય ને બંધન ન હોય-એવો જીવ હોય, -કોણ? કે ચૌદમા ગુણસ્થાને અયોગી જીવને એક પરમાણુમાત્રનું પણ નવું બંધન નથી, એકલી નિર્જરા જ છે. અહીં નિગોદના જીવને પરિણામની વિશુદ્ધિ વખતે નિર્જરા કહી ને તેના બળે તે ઊંચો આવે છે એમ કહ્યું, પણ ખરેખર તો તે જીવને સંકલેશ પરિણામ વખતેય અમુક કર્યો તો સ્થિતિ પૂરી થઈને નિર્જરી જ રહ્યા છે, -પણ તે નિર્જરાના બળે તે ઊંચો નથી આવતો, માટે તેની વાત ન કરી. તથા મિથ્યાદષ્ટિને શુભ વખતે નિર્જરા કહી, છતાં તે વખતેય તેને ઘણા કર્મોનું નવું બંધન પણ થયા જ કરે છે. મિથ્યાદષ્ટિને નિર્જરા અલ્પ અને બંધન ઘણું છે, તેથી અલ્પનિર્જરાની ઉપેક્ષા કરી, તેને ગૌણ કરી, ને મિથ્યાદષ્ટિને કેવળ બંધ કહ્યો. કેમકે જે નિર્જરા મોક્ષમાર્ગને માટે કામ ન આવે તે નિર્જરા શું કામની? નિગોદનો ઓછામાં ઓછો ઉઘાડવાળો અને તીવ્રમાં તીવ્ર કષાયવાળો જે જીવ છે તેને પણ ક્ષણે ક્ષણે અમુક કર્મોની સ્થિતિ પૂરી થઈને નિર્જરા તો થયા જ કરતી હોય છે, પણ તેની કાંઈ ગણતરી નથી, કેમકે તે નિર્જરા કાંઈ પરિણામની વિશુદ્ધિના બળે થયેલી નથી, એટલે તે તેને ઊંચે આવવાનું કારણ થતી નથી; શુભપરિણામના બળે અજ્ઞાનીને જે નિર્જરા થાય છે તે જોકે તેને વ્યવહારમાં ઊંચે આવવાનું (એટલે કે મનુષ્યાદિ પર્યાય પામવાનું) કારણ થાય છે, તો પણ તે નિર્જરા મોક્ષમાર્ગરૂપ નથી. નિગોદના જીવનેય જ્ઞાનમાં ક્ષયોપશમભાવ છે, ક્ષયોપશમભાવનો સ્વભાવ એવો છે કે ઉદયમાં સર્વથા ન જોડાય, એટલે જ્ઞાનનો અમુક અંશ તો સદાય ઉઘાડો જ રહે છે. જો જ્ઞાનનો જરાય અંશ ઉઘાડો ન રહે તો ક્ષયોપશમભાવ જ ન રહે. અહીં જ્ઞાનનો અંશ કહેતાં કાંઈ સમ્યજ્ઞાનની વાત નથી, પણ સામાન્યપણે જ્ઞાન અર્થાત્ જાણપણાની વાત છે. નિગોદના જીવનેય જાણપણાનો જે અંશ ખુલ્લો છે તે બંધનું કારણ નથી. પણ આ જ્ઞાન એટલું બધું મંદ થઈ ગયું છે કે તત્ત્વવિચારમાં પ્રવર્તી શકતું નથી તેથી તે અજાણરૂપ છે, ને તેનામાં એવું બળ નથી કે જીવને ઊંચો લાવે; ચારિત્રમાં કષાયની મંદતારૂપ વિશુદ્ધિના બળે જીવ ઊંચો આવે છે. અહીં કષાયની મંદતાના પ્રમાણમાં ચારિત્રની વિશુદ્ધતા સમજવી. પણ તે વિશુદ્ધિ મોક્ષમાર્ગ તરફ કયારે જાય ? કે ગ્રંથિભેદ કરે ત્યારે જ.
જુઓ, પરાધીનદષ્ટિવાળા કોઈ કહે છે કે સિદ્ધ પણ કવચિત્ પરાધીન છે, -કેમ કે ધર્માસ્તિકાયનિમિત્તના અભાવમાં તે અલોકમાં જઈ શકતા નથી;
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk