________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી : ૧૭૯ (૨) શક્તિઃ જ્ઞાનની શક્તિ તો સ્વ-પર પ્રકાશક છે; સ્વ-પરને જાણે એવી જ્ઞાનની શક્તિ છે, પણ બીજાનું કાંઈ કરી ધે-એવી શક્તિ આત્માના એકેય ગુણમાં કે પર્યાયમાં નથી. ‘સ્વપરપ્રવેશવ શક્ટ્રિ
મારી...' જ્ઞાન પોતાની સહજ શક્તિથી સ્વ-પરને જાણે છે, તેમાં બીજાની સહાય નથી. અને, સ્થિરતા કે અસ્થિરતારૂપ ભાવ તે ચારિત્રની શક્તિ છે. શક્તિ એટલે ગુણનું કાર્ય. જ્ઞાનનું કાર્ય શું? કે સ્વ-પરને જાણવું; ચારિત્રગુણનું કાર્ય શું? કે સ્થિરતારૂપ કે અસ્થિરતારૂપ પરિણમવું. અસ્થિરપરિણતિરૂપે પણ ચારિત્રગુણ પોતાના ઉપાદાનભાવથી પરિણમે છે, ને સ્થિરતારૂપે પણ પોતાથી જ પરિણમે છે. એ તેની શક્તિ છે. આ રીતે જ્ઞાન ને ચારિત્ર બંનેની ભિન્ન ભિન્ન શક્તિ છે.
(૩) જાતિઃ જ્ઞાનના પરિણમનનો પ્રકાર સમ્યકરૂપ અથવા મિથ્યાત્વરૂપ એમ બે જાતનો છે, તેથી જ્ઞાનની સમ્યક અને મિથ્યા એમ બે જાતિ છે. તેમાં સમ્યગ્દર્શન થતાવેંત મિથ્યાજ્ઞાનની જાતનો નાશ થઈ જાય છે, પણ જ્ઞાનજાતનો કદી નાશ થતો નથી, એટલે સમ્યજ્ઞાનનો નાશ થતો નથી, અથવા તો જ્ઞાનની જાત પલટીને કદી જડ થઈ જતી નથી, જ્ઞાનની જાત સદા જ્ઞાનપણે જ રહે છે. સમ્યગ્દર્શન પહેલાં તે મિથ્યાજ્ઞાનરૂપ છે, ને સમ્યગ્દર્શન થતાં તે સમ્યજ્ઞાનરૂપ છે. એ રીતે સમ્યક અને મિથ્યા એ બે જાતિ છે. અને, ચારિત્રગુણના પરિણમનમાં તીવ્રરૂપ અથવા મંદરૂપ એ બે જાતિ છે. અહીં તીવ્રતા તથા મંદતા દોષ અપેક્ષાએ સમજવી, શુદ્ધતાની અપેક્ષાએ તીવ્રતા કે મંદતા ન સમજવી, - કેમ કે તીવ્રતા પાંચમા ગુણસ્થાન સુધી કહી છે ને મંદતા ચૌદમા ગુણસ્થાન સુધી કહી છે. પાંચમાં ગુણસ્થાન સુધી તીવ્રતા કહી એટલે ત્યાં એકલી તીવ્રતા ન સમજવી, મંદતા પણ ત્યાં હોય છે. પાંચમાથી ઉપર તીવ્રતા નથી હોતી, મંદતા ૧ થી ૧૪ ગુણસ્થાને ને તીવ્રતા ૧ થી ૫ ગુણસ્થાન સુધી હોય છે. દ્રવ્યના બધા ગુણો હજી શુદ્ધ નથી થયા તે અપેક્ષાએ ૧૪ મા ગુણસ્થાન સુધી ચારિત્રની અપૂર્ણતા ગણવામાં આવી છે, અને તેથી ત્યાંસુધી સંસાર છે; સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણેની પૂર્ણતા થતાં તે સમયે મોક્ષ કહ્યો છે. ચારિત્રનું આવું પરિણમન પોતાની જ શક્તિથી થાય છે, બીજા ગુણને કારણે પણ તે નથી તો પછી કર્મ વગેરે બીજા દ્રવ્યના કારણે ચારિત્રમાં દોષ થાય-એ વાત કયાં રહી ? વસ્તુનું પરિણમન સદાકાળ સ્વાધીન છે, તે બીજાના કારણે માનવું તે મૂઢતા છે. નિગોદદશાથી માંડીને ચૌદમા ગુણસ્થાનના છેલ્લા સમય સુધી ચારિત્રના પરિણમનના જેટલા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk