________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૦ : અધ્યાત્મ-સંદેશ પ્રકારો છે તે બધાય પરથી અસહાયપણે, ચારિત્રગુણના પોતાના કારણે જ છે; ચારિત્રગુણ પોતે તેનું ઉપાદાન છે.
(૪) સત્તાઃ જ્ઞાનની સત્તા આત્મદ્રવ્યપ્રમાણ છે, અને ચારિત્રની પણ સત્તા આત્મદ્રવ્યપ્રમાણ છે. એક જ દ્રવ્યના એ બંને ગુણો છે તેથી બંનેની સત્તા દ્રવ્યપ્રમાણ છે, દ્રવ્યઅપેક્ષાએ બંનેની સત્તા એક છે, પણ ગુણ-અપેક્ષાએ બંનેની સત્તા ભિન્ન ભિન્ન છે. પ્રદેશો કાંઈ બંનેના જુદા નથી પણ ભાવઅપેક્ષાએ ભિન્નતા છે.
આ રીતે જ્ઞાન અને ચારિત્રના ગુણભેદ જાણવા. ગતિ, શક્તિ, જાતિ અને સત્તા એ ચાર પ્રકાર બતાવીને જ્ઞાન અને ચારિત્રની ભિન્નતા વર્ણવી. હવે તેની વ્યવસ્થા અર્થાત્ મર્યાદા બતાવે છે.
હે જીવ! તારા અનંત ગુણો જ તારા સદાયના સાથીદાર છે. આ સાથીદાર જ દુ:ખથી તારી રક્ષા કરનારા ને તને સુખ આપનારા છે. રાગ તો તારો સાથીદાર નથી, એ તો તારો વિરોધી છે, એ તને કાંઈ સુખ આપનાર નથી પણ દુ:ખ દેનાર છે; માટે તેનો સાથ છોડ, ભેદજ્ઞાન વડે એને પારકો બનાવ; ને તારા અંતર્મુખ સ્વ ગુણોને સ્વકીય બનાવીને તેનો સંગ કર... એ તને પરમ આનંદ આપશે.
F
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk