________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬ : અધ્યાત્મ-સંદેશ
સમ્યગ્દષ્ટિ પોતાના જ્ઞાનાનંદસ્વરૂપને પરોક્ષ પ્રમાણ વડે અનુભવે છે. સમ્યમતિશ્રુતજ્ઞાનમાં ઇન્દ્રિય તથા મનના અવલંબન વગરનું જે રાગરહિત સંવેદન છે તે અપેક્ષાએ અંશે પ્રત્યક્ષપણું પણ છે, પરંતુ મતિશ્રુતજ્ઞાન હોવાથી તેને પરોક્ષ કહ્યા છે. -આ સંબંધી ઘણું સ્પષ્ટીકરણ પં. શ્રી ટોડરમલ્લજીની ચિઠ્ઠિના વિવેચનમાં આવી ગયું છે. સ્વાનુભવથી આત્મસ્વરૂપને જાણ્યું ત્યારથી જ ધર્મી જીવ પરની ક્રિયાને કે પરના સ્વરૂપને પોતાનું માનતો નથી, એનાથી ભિન્ન પોતાના જ્ઞાનસ્વરૂપને જાણે છે; અને આવા નિજસ્વરૂપના ધ્યાન-વિચારરૂપ ક્રિયામાં તે વર્તે છે, એ તેનો મિશ્રવ્યવહાર છે.
પ્રશ્નઃ- એને મિશ્રવ્યવહાર કેમ કહ્યો ?
ઉત્તરઃ- કેમકે સાધકને હજી પૂર્ણ શુદ્ધતા થઈ નથી; તેની પર્યાયમાં કંઈક શુદ્ધતા ને કંઈક અશુદ્ધતા બંને સાથે વર્તે છે, તેથી તેને મિશ્રવ્યવહાર ક્લ્યો.
પ્રશ્ન:- મિશ્રવ્યવહાર તો ચોથાથી બારમા ગુણસ્થાન સુધી કહ્યો છે; બારમા ગુણસ્થાને તો કાંઈ રાગાદિ અશુદ્ધતા નથી, તો ત્યાં મિશ્રપણું કઈ રીતે કહેવાય?
ઉત્તરઃ- રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધતા ત્યાં નથી એ ખરું, પણ ત્યાં હજી જ્ઞાનાદિગુણોની અવસ્થા અધૂરી છે એટલે જ્ઞાનાદિ અપેક્ષાએ (ઉદયભાવરૂપ અજ્ઞાનભાવ છે તે અપેક્ષાએ ) અશુદ્ધતા ગણીને ત્યાં મિશ્રભાવ કહ્યો.
પ્રશ્ન:- તો પછી કેવળીભગવાનને પણ યોગનું કંપન વગેરે ઉદયભાવ છે, તેથી તેમને પણ મિશ્રપણું કહેવું જોઈએ ?
ઉત્તર:- નહિ; કેવળીભગવાનને જ્ઞાનાદિપરિણતિ સંપૂર્ણ શુદ્ધ થઈ ગઈ છે, અને હવે જે યોગનું કંપન વગેરે છે તે કાંઈ નવા કર્મસંબંધનું કારણ થતું નથી એટલે એમને એકલી શુદ્ધતા જ ગણીને શુદ્ધવ્યવહાર કહ્યો છે.
સમ્યગ્દષ્ટિને મિશ્રવ્યવહાર કહ્યો છે; ત્યાં આત્મા અને શરીરની ભેગી ક્રિયા એવો કાંઈ ‘મિશ્ર'નો અર્થ નથી; પણ પોતાની પર્યાયમાં કાંઈક શુદ્ધતા ને કાંઈક અશુદ્ધતા એ બંને એક સાથે હોવાથી મિશ્ર કહેલ છે. આત્માનું સમ્યગ્દર્શન થતાં જ ચોથા ગુણસ્થાનથી અંશે શુદ્ધતા પ્રગટી છે. ત્યાંથી માંડીને બારમા ગુણસ્થાન સુધી સાધકદશા છે. આવી પરિણતિવાળા જીવને ‘મિશ્ર નિશ્ચયાત્મકદ્રવ્ય ' કહેલ છે.
9
પ્રશ્નઃ- સમ્યગ્દષ્ટિ તો પોતાના શુદ્ધદ્રવ્યને જાણે છે છતાં તેને ‘શુદ્ધ-અશુદ્ધ-મિશ્રનિશ્ચયાત્મકદ્રવ્ય ’ કેમ કહ્યું ?
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk