________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 222 : અધ્યાત્મ-સંદેશ વક્તા તીર્થંકરદેવ, ને સૌથી ઉત્તમ શ્રોતા ગણધરદેવ, અહા, એ વીતરાગી વક્તા ને એ શ્રોતાની શી વાત !! જ્યાં સર્વજ્ઞ જેવા વક્તા............... ને ચારજ્ઞાનધારી શ્રોતા. એ સભાના દિવ્ય દેદારની શી વાત !! ને ભગવાનની વાણી એક સમયમાં પૂરું રહસ્ય લેતી આવે, ગણધરદેવ એકાગ્રપણે તે ઝીલતાં ઝીલતાં સ્વરૂપમાં ઠરી જાય. ભગવાનની સભામાં બીજા પણ લાખો કરોડો જ્ઞાનીઓ હોય, તીર્યચો પણ ત્યાં ધર્મ પામે. ઉપાદાન જાગ્યું એની શી વાત! ઉત્કૃષ્ટ ઉપાદાન જાગે ત્યાં સામે નિમિત્ત પણ ઉત્કૃષ્ટ હોય. –છતાં બંને સ્વતંત્ર. વક્તાપણું તેરમા ગુણસ્થાને પણ હોય, પરંતુ શ્રોતાપણું છઠ્ઠી ગુણસ્થાન સુધી જ છે. પછી ઉપરના ગુણસ્થાને તો ઉપયોગ નિર્વિકલ્પ થઈને સ્વરૂપમાં થંભી ગયો છે, ત્યાં વાણી તરફ લક્ષ નથી. તીર્થંકરદેવ સર્વજ્ઞ પરમાત્માથી માંડીને ગણધરદેવ, મુનિવરો તથા ચોથા ગુણસ્થાનવર્તી સમ્યગ્દષ્ટિ જીવો-એ બધા વક્તા જ્ઞાની છે, તે શુદ્ધનિમિત્ત છે, અને શ્રોતામાં પણ જ્ઞાની હોય છે, તેને શુદ્ધઉપાદાન છે. જ્ઞાની વક્તા હોય ને જ્ઞાની શ્રોતા હોય એવા પ્રસંગ વિરલપણે જોવામાં આવે છે. આ રીતે વક્તા અને શ્રોતારૂપ નિમિત્ત-ઉપાદાનના કુલ ચાર પ્રકાર કહ્યા, તે દરેકમાં ઉપાદાન-નિમિત્ત બંનેની સ્વતંત્રતા સમજવી. અને આ દષ્ટાંત અનુસાર ભિન્નભિન્ન દ્રવ્યોમાં સર્વત્ર ઉપાદાન-નિમિત્ત બંનેની સ્વતંત્રતા સમજી લેવી...... ને પરાશ્રયબુદ્ધિ છોડીને સ્વાશ્રયવડે મોક્ષમાર્ગ સાધવો... તે તાત્પર્ય છે. કર * પર આ રીતે પં. શ્રી બનારસીદાસજી લિખિત ઉપાદાન-નિમિત્તની વચનિકા ઉપર પૂ. શ્રી કાનજીસ્વામીનાં, સ્વતંત્રતા બતાવીને શુદ્ધ ઉપાદાનને જાગૃત કરનારાં પ્રવચનો પૂર્ણ થયાં. Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk