________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી : ૨૨૧
લબ્ધિના સંસ્કાર તાજા થઈ જાય ને તેના બળે જીવ ધર્મ પામે; ત્યાં તે ઉપાદાનની શુદ્ધિના બળે જ ધર્મ પામે છે. આ રીતે ઉપાદાન શુદ્ધ ને નિમિત્ત અશુદ્ધ એવો પ્રકાર પણ કોઈવાર હોય છે.
આથી કોઈ એમ કહે કે નિમિત્ત ભલે ગમે તેવું હોય આપણે શું વાંધો છે? ગમે તેની પાસેથી સાંભળવું છે ને! માટે ગમે તેવા અજ્ઞાનીકુગુરુ-અન્યમતિનો પણ ઉપદેશ સાંભળવામાં વાંધો નથી. તો તેની વાત સાચી નથી; તે મોટી ભ્રમણામાં છે. ભાઈ! તને એવા ખોટા તત્ત્વના શ્રવણનો ભાવ કેમ આવ્યો ? કુસંગનો ભાવ તને કેમ ગોઠે છે? માટે તારું ઉપાદાન પણ અશુદ્ધ છે. જેવા તારા વક્તા... તેવો તું. બંને સરખા; એટલે તારો કલાસ આ બીજા નંબરમાં ન આવે, પણ તારો કલાસ તો જે પહેલો
નંબર કહ્યો તેમાં આવે.
(૩) વક્તા જ્ઞાની હોય ને શ્રોતા અજ્ઞાની હોય, ત્યાં નિમિત્ત શુદ્ધ, ને ઉપાદાન અશુદ્ધ છે; આ ત્રીજો પ્રકાર તો સામાન્યપણે જોવામાં આવે જ છે. તીર્થંકર ભગવાનની સભામાં તો ઘણાય જીવો શ્રોતા હોય છે, પણ તે બધાય કાંઈ સમ્યગ્દર્શન પામી જતા નથી. તેથી ભૈયા ભગવતીદાસજી ઉપાદાન-નિમિત્તના સંવાદમાં કહે છે કે
યહુ નિમિત્ત ઇહુ જીવકે મિલ્યો અનંતી વાર, ઉપાદાન પલટયો નહિ, તો ભટકયો સંસાર. (૯)
જુઓને, નિમિત્ત તરીકે સર્વજ્ઞ જેવા વક્તા મળ્યા, ને તેમની વાણી સમવસરણમાં બેઠાબેઠા સાંભળી, છતાં જેમનું ઉપાદાન અશુદ્ધ હતું તે જીવો અજ્ઞાની રહ્યા. -નિમિત્ત શું કરે? પોતાના ઉપાદાનની તૈયારી વિના ભગવાન પણ સમજાવી દે તેમ નથી. શુદ્ધાત્માની એક જ વાત જ્ઞાની પાસેથી એકસાથે ઘણા જીવો સાંભળે, તેમાં કોઈ તે સમજીને તેવો અનુભવ કરી લ્યે છે, કોઈ જીવો તેવો અનુભવ નથી કરતા. નિમિત્તપણે એક જ વક્તા હોવા છતાં શ્રોતાના ઉપાદાનઅનુસાર ઉપદેશ પરિણમે છે. આવી સ્વતંત્રતા છે. અહીં ઉત્કૃષ્ટ જ્ઞાનીવક્તા તરીકે તીર્થંકરદેવનો દાખલો લીધો તેમ ચોથા ગુણસ્થાનથી માંડીને બધાય જ્ઞાની વક્તાનું સમજી લેવું.
(૪) કોઈવાર વક્તા જ્ઞાની હોય ને શ્રોતા પણ જ્ઞાની હોય, ત્યાં ઉપાદાન ને નિમિત્ત બંને શુદ્ધ છે;-આવો પ્રકાર પણ જોવામાં આવે છે. તીર્થંકર ભગવાનની સભામાં ગણધરો જેવા શ્રોતા બિરાજતા હોય; જગતમાં સૌથી ઉત્તમ
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk