________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬ : અધ્યાત્મ-સંદેશ ચક્રને સ્પર્શ છે તોપણ પરસ્પર એકબીજાને સ્પર્શતા નથી; અત્યંત નિકટ એકક્ષેત્રાવગાહરૂપે રહ્યાં છે તો પણ સદાકાળ પોતાના સ્વરૂપથી પડતા નથી-આ રીતે એકક્ષેત્રે ભેગાં રહ્યાં હોવા છતાં દરેક પદાર્થ નિજનિજસ્વરૂપમાં ભિન્નભિન્ન રહ્યા છે. લોકમાં પ્રદેશો અસંખ્ય છે, પણ તેમાં ભિન્નભિન્ન અનંતાનંત જીવો રહેલા છે.
અસંખ્ય પ્રદેશમાં અનંત જીવો એકસાથે રહેલાં છે એમ કહ્યું, તે ઉપરથી કોઈ એવી ત્રિરાશી ગણે કે “અનંત જીવો અસંખ્ય પ્રદેશમાં રહેલા છે, તો તેના અસંખ્યાતમા ભાગના જીવો એક પ્રદેશમાં રહેલા છે”—તો એ પ્રકારની ત્રિરાશીનું માપ અહીં લાગુ પડતું નથી. કેમ કે એક જીવ ગમે તેટલો સંકોચાઈને રહે તોપણ અસંખ્યપ્રદેશો તો તે રોકે જ, જીવનો પ્રદેશ સ્વભાવ એવો છે કે અસંખ્ય કરતાં ઓછા પ્રદેશમાં તે સંપૂર્ણ રહી શકે નહીં. ભિન્નભિન્ન જીવોના પ્રદેશો ભેગા થઈને એક આકાશપ્રદેશે અનંતા જીવોના અનંતા પ્રદેશો રહે, પણ એક જ જીવના સર્વ-અસંખ્ય પ્રદેશો રહે નહિ, અસંખ્યાતમા ભાગના જ અસંખ્ય પ્રદેશો રહી શકે. જીવના અસંખ્ય પ્રદેશો એટલા છે કે આખા લોકમાં તેનો વિસ્તાર થાય તો એકેક લોકપ્રદેશે એકેક જીવપ્રદેશ આવે. ને તે સંકોચાઈને રહે તો લોકપ્રદેશનો અસંખ્યાતમો ભાગ રોકે અને એકેક લોકપ્રદેશે અસંખ્યાતમે ભાગે અસંખ્યાત (અસંખ્યાત:અસંખ્યાત=અસંખ્યાત) જીવપ્રદેશો આવે. એકેક જીવપ્રદેશે અનંત કર્મપરમાણ રહેલા છે.
હવે જીવની સાથે જે કર્મપરમાણુઓ રહેલા છે, તે જો કે અનાદિથી રહેલા છે પરંતુ અનાદિકાળના તે ને તે જ પરમાણુઓ નથી, પણ નવા નવા બદલાતા પરમાણુઓ છે; ક્ષણે ક્ષણે અનંતા પરમાણુઓ છૂટે છે ને અનંતા નવા પરમાણુઓ (સાસવજીવને) આવે છે. કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭) કોડા-કોડી સાગરોપમની છે, એટલે એટલા વખતમાં તો બધા કર્મપરમાણુઓ બદલાઈ જ જાય; કોઈ કર્મ ૭૦ કોડાકોડી સાગરોપમ કરતાં જાનું ન જ હોય. પછી ભલે તેમાંથી તેને તે જ કોઈ રજકણો ફરીને તે જીવને કર્મપણે બંધાય. અહો, સમય-સમયનું ને રજકણેરજકણનું ને પ્રદેશ-પ્રદેશનું અલૌકિક વીતરાગીવિજ્ઞાન જૈન સંતોએ શાસ્ત્રોમાં ભર્યું છે. જીવને એકક્ષેત્રે રહેલા પરમાણુઓમાં ક્ષણે ક્ષણે નવા આવે છે ને જાતા જાય છે, આવું આગમન-ગમન થયા કરે છે, તેથી તે પરમાણુઓને ‘આગમન-ગમનરૂપ’ કહ્યા છે. તે પુદ્ગલોનું આવવું ને જવું અથવા કર્મરૂપે બંધાવું ને છૂટા પડવું એ તેની જ પરિણમન શક્તિથી થાય છે. આકાશ અપેક્ષાએ ભલે જીવ અને કર્મનું એક ક્ષેત્ર
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk