________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સ્વાનુભવ તરફ ઢળતી વિચારધારા સ્વાનુભવ એ જ આરાધનાનો ખરો સમય છે
મોટા નયચક્રગ્રંથમાં પણ એમ જ કહ્યું છે; યથા
तच्चाणेसणकाले समयं बुज्झेहि जुत्तिमग्गेण। णो आराहणसमये पच्चक्खो अणुहवो जम्हा।। २६६ ।।
તત્ત્વનાઅવલોકનકાળ સમય અર્થાત્ શુદ્ધાત્માને યુક્તિમાર્ગથી અર્થાત્ નય-પ્રમાણ વડે પહેલાં જાણે, ત્યાર પછી આરાધનસમયે એટલે કે અનુભવનના કાળે તે નય-પ્રમાણ નથી; કેમ કે ત્યાં પ્રત્યક્ષ અનુભવ છે;-જેમ રત્નની ખરીદી વખતે તો અનેક વિકલ્પ કરે છે, પણ તે પ્રત્યક્ષ પહેરીએ ત્યારે વિકલ્પ નથી, પહેરવાનું સુખ જ છે.'
જાઓ, ચૈતન્યનો અનુભવ સમજાવવા માટે દાખલો પણ રત્નનો આપ્યો. ઉત્તમ વસ્તુ સમજાવવા માટે દષ્ટાંત પણ ઉત્તમ વસ્તુનું આપ્યું. રત્ન લેવા કોણ નીકળે? કોઈ મામુલી માણસ રત્ન લેવા ન આવે પણ ઉત્તમ-પુણ્યવાન માણસ રત્ન ખરીદવા આવે; એમ અહીં પણ જે ઉત્તમજીવ આત્માર્થી જીવ ચૈતન્યના અનુભવરૂપ રત્ન લેવા આવ્યો છે તેની વાત છે; એવા જીવને પહેલાં સવિકલ્પ વિચારધારામાં આત્માના
સ્વરૂપનું અનેક પ્રકારે ચિંતન હોય છે. જેમ રત્ન ખરીદનાર ખરીદતી વખતે તો તે સંબંધી અનેક વિચાર કરે છે, રત્નની જાત કેવી, તેની ઝલક કેવી, તેજ કેવું, વજન કેટલું, આકૃતિ કેવી, રંગ કેવો, કિંમત કેટલી, ડોકમાં પહેરવાથી તે કેવું શોભશે, -ઇત્યાદિ અનેક પ્રકારના વિકલ્પોથી ચારે પડખેથી રત્નનું સ્વરૂપ નક્કી કરે છે, અને પછી તે રત્નહારની કિંમત ચૂકવી ખરીદીને જ્યારે ડોકમાં સાક્ષાત્ પહેરે ત્યારે તો હારની પ્રાપ્તિના સંતોષનું સુખ જ રહે છે, બીજા વિકલ્પો ત્યાં રહેતા નથી. તેમ ચૈતન્યરત્નની પ્રાપ્તિનો ઉદ્યમી જીવ પહેલાં તો સવિકલ્પ વિચારથી અનેક પ્રકારે પોતાનું સ્વરૂપ ચિંતવે છે. મારો સ્વભાવ દ્રવ્યદૃષ્ટિથી શુદ્ધ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk