________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૩૭ એક સજ્જન સાકરનો મીઠો સ્વાદ લેતો હોય ત્યાં કોઈ બીજો માણસ જિજ્ઞાસાપૂર્વક એ સાકર ખાનારને જાએ કે તેની પાસેથી સાકરના મીઠા સ્વાદનું વર્ણન સાંભળે તેથી કાંઈ તેના મોઢામાં સાકરનો સ્વાદ આવી જાય નહિ; જાતે સાકરની કટકી લઈને મોઢામાં મુકીને ઓગાળે ત્યારે તેને સાકરના મીઠા સ્વાદનો અનુભવ થાય છે; તેમ કોઈ સજ્જન એટલે કે સંત ધર્માત્મા-સમ્યગ્દષ્ટિ નિર્વિકલ્પ સ્વાનુભવમાં અતીન્દ્રિય આનંદનો મીઠો સ્વાદ લેતા હોય ત્યાં બીજા જીવો જિજ્ઞાસાપૂર્વક એ અનુભવી ધર્માત્માને દેખે ને તેમની પાસેથી પ્રેમપૂર્વક એ અનુભવનું વર્ણન સાંભળે તેથી કાંઈ તેને નિર્વિકલ્પ અનુભૂતિનો સ્વાદ આવી જાય નહિ, એ જીવ પોતે શુદ્ધાત્માને લક્ષમાં લઈ એને જ મુખ્ય કરી જ્યારે અંતર્મુખ ઉપયોગ વડે સ્વાનુભવ કરે ત્યારે જ તેને શુદ્ધાત્માના નિર્વિકલ્પ અનુભવના અતીન્દ્રિય આનંદનો સ્વાદ વેદનમાં આવે છે. આવો સ્વાનુભવ થતાં સમ્યગ્દષ્ટિ જાણે છે કે અહા, મારી વસ્તુ મને પ્રાપ્ત થઈ. મારામાં જ રહેલી મારી વસ્તુને હું ભૂલી ગયો હતો તે ધર્માત્મા ગુરુઓના અનુગ્રહથી મને પ્રાપ્ત થઈ. પોતાની વસ્તુ પોતામાં જ છે, એ નિજધ્યાન વડે પ્રાપ્ત થાય છે, બહારના કોઈ રાગાદિ ભાવ વડે તે પ્રાપ્ત થતી નથી એટલે કે અનુભવમાં આવતી નથી. સવિકલ્પઢાર વડે નિર્વિકલ્પમાં આવ્યો-એમ ઉપચારથી કહેવાય છે. સ્વરૂપના અનુભવનો ઉધમ કરતાં કરતાં પ્રથમ તેના સવિકલ્પ વિચારની ધારા ઊપડે છે, તેમાં સૂક્ષ્મ રાગ અને વિકલ્પો હોય છે, પણ તે રાગને કે વિકલ્પને સાધન બનાવીને કાંઈ સ્વાનુભવમાં પહોંચાતું નથી, રાગને અને વિકલ્પોને ઓળંગીને સીધો આત્મસ્વભાવને અવલંબીને તેને જ સાધન બનાવે ત્યારે જ આત્માનો નિર્વિકલ્પ સ્વાનુભવ થાય છે; ને ત્યારે જ જીવ કૃતકૃત્ય થાય છે. શાસ્ત્રોએ એનો અપાર મહિમા ગાયો છે.
સવિકલ્પમાંથી નિર્વિકલ્પ અનુભવ થવાની જે વાત કરી તે સંબંધમાં હવે શાસ્ત્રાધાર આપીને સ્પષ્ટ કરે છેઃ
હો, આ તો ખરેખરી પ્રયોજનભૂત, સ્વાનુભવની ઉત્તમ વાત છે. સ્વાનુભવની આવી સરસ વાર્તા પણ મહાભાગ્યે જ સાંભળવા મળે છે, ને એ અનુભવદશાની તો શી વાત !
મોક્ષમાર્ગનું ઉદ્દઘાટન નિર્વિકલ્પ-સ્વાનુભવ વડે થાય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk