________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫રમાર્થ વનિકા : ૧૩૯
છે. શુદ્વરત્નત્રયરૂપ જે ‘નિશ્ચય-મોક્ષમાર્ગ' છે તેને જ અહીં આત્માનો ‘શુદ્ધ વ્યવહાર' કહ્યો છે. પ્રવચનસારમાં પણ ‘શુદ્ધચેતનાવિલાસરૂપ આત્મવ્યવહાર ' કહ્યો છે, તે નિર્મળપર્યાયની જ વાત છે. અહીં તેને ‘ અધ્યાત્મપદ્ધતિ ’ કહીને ઓળખાવેલ છે. આમ જુદી જુદી અનેક શૈલીમાં પણ મોક્ષમાર્ગની મૂળ ધારા એકસરખી ચાલી આવે છે. ‘સમ્ય વર્શનજ્ઞાનવારિત્રાણિ મોક્ષમાર્ગ:' એમ કહ્યું તેમાં પણ આ જ આશય છે. બધા સંતોએ બતાવેલું મોક્ષમાર્ગનું સ્વરૂપ એકસરખું જ છે. · એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ.'
પ્રશ્ન:- જો શુદ્ધપર્યાય તે મોક્ષમાર્ગ છે, તો પછી પર્યાયને અભૂતાર્થ કહીને છોડવાનું કેમ કહો છો ?
ઉત્તરઃ- ભાઈ, નિર્મળપર્યાયને છોડી દેવાનું નથી કહ્યું, પણ તે પર્યાયનો ભેદ પાડીને આશ્રય કરવા જતાં વિકલ્પ થાય છે, તે વિકલ્પ છોડાવવા પર્યાયભેદનો આશ્રય છોડાવ્યો છે. પર્યાયના ભેદનો આશ્રય છોડાવવા ને અભેદસ્વભાવનો આશ્રય કરાવવા પર્યાયભેદને અભૂતાર્થ કહેલ છે. જ્યારે ભેદનો આશ્રય છોડીને અંતર્મુખ અભેદસ્વભાવનો આશ્રય કરે ત્યારે પર્યાય અંતર્સ્વભાવમાં અભેદપણે લીન થઈને નિર્વિકલ્પઅનુભવ કરે છે, ત્યારે પર્યાય કાંઈ છૂટી જતી નથી, પર્યાયનો આશ્રય છૂટી જાય છે, પર્યાયભેદનો વિકલ્પ છૂટી જાય છે. પર્યાયને અભૂતાર્થ કહેતાં કોઈ નિર્મળપર્યાયને જ સર્વથા છોડી દેવાનું સમજી જાય
તો તે બરાબર નથી. સમયસારમાં પણ ‘આત્મા અપ્રમત્ત કે પ્રમત્ત નથી’ એમ કહીને પર્યાયના ભેદનો આશ્રય છોડાવીને એકરૂપ જ્ઞાયકસ્વભાવનો અનુભવ કરાવ્યો છે; તે સ્વભાવના અનુભવમાં નિર્મળપર્યાય થતી જાય છે, તેનો કાંઈ નિષેધ નથી. સત્ત્ને બધા પડખેથી જેમ છે તેમ સમજવું જોઈએ.
જુઓ, આ મૂળ મુદ્દાની સરસ વાત છે; મોક્ષમાર્ગ કેમ સાધવો તેની આ વાત છે. મોક્ષમાર્ગની પરૂપણામાં અત્યારે અનેક ગોટાળા ચાલી રહ્યા છે. કોઈ કહે છે કે શુભોપયોગ તે જ મોક્ષમાર્ગ છે, છઠ્ઠાગુણસ્થાન સુધી શુદ્ધભાવ કે નિશ્ચય સમ્યક્ત્વાદિ હોય જ નહિ. અરે ભાઈ, શુભરાગ તો પુણ્યબંધનું કારણ, તે મોક્ષનું કારણ કયાંથી થાય ? અને નિશ્ચય સમ્યક્ત્વ સહિત શુદ્ધભાવ ચોથા ગુણસ્થાનથી જ શરૂ થઈ જાય છે, એના વિના મોક્ષમાર્ગ કે ધર્મ કયાંથી હોય ? પણ બહિરાત્મા જીવો અંતરના શુદ્ઘપરિણામને ઓળખી શકતા નથી. તેઓ માત્ર બહારની સ્થૂળક્રિયાને અને સ્થૂળ રાગને જ જોનારા છે. રાગથી પાર ચૈતન્યસ્વભાવની વાતનો ઉત્સાહ પણ તેમને આવતો નથી,
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk