________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮ : અધ્યાત્મ-સંદેશ શુદ્ધપરિણતિરૂપ વ્યવહારને તે ઓળખતો નથી. પણ ભાઈ, અશુદ્ધપરિણતિ તે કાંઈ મોક્ષમાર્ગનો વ્યવહાર નથી, તે તો અશુદ્ધ વ્યવહાર છે. મોક્ષમાર્ગમાં તો મિશ્રરૂપ વ્યવહાર કહ્યો છે એટલે કંઈક શુદ્ધતા ને કંઈક અશુદ્ધતા-એવી મિશ્રપરિણતિ મોક્ષમાર્ગમાં હોય છે, તે મોક્ષમાર્ગનો વ્યવહાર છે. આવા વ્યવહારને અજ્ઞાની જાણતો નથી. અધ્યાત્મપદ્ધત્તિ (શુદ્ધપરિણતિ) તે નિશ્ચય, ને આગમપદ્ધત્તિ (અશુદ્ધપરિણતિ ) તે વ્યવહાર-એમ અજ્ઞાની માને છે, ને એકાંત આગમપદ્ધતિને એટલે શુભરાગને તથા બાહ્યકિયાને તે મોક્ષમાર્ગ માને છે. પણ ભાઈ, નિર્મળપરિણતિ તે પણ વ્યવહાર છે. જેટલી શુદ્ધપરિણતિ તેટલો શુદ્ધ વ્યવહાર છે, તે અધ્યાત્મપદ્ધત્તિ છે, તેના વગર મોક્ષમાર્ગ હોતો નથી. શુભરાગની ધૂળક્રિયા અજ્ઞાનીને બહારમાં દેખાય છે ને તેની વાત ઝટ સમજાઈ જાય છે, એટલે તેને જ મોક્ષમાર્ગ માની લે છે. બહારની રાગક્રિયામાં અટકેલા જીવોને અંતરની શુદ્ધપર્યાયરૂપ મોક્ષમાર્ગ કયાંથી સૂઝે? અંતર્મુખ અધ્યાત્મપત્તિ અને બહિર્મુખ આગમપદ્ધત્તિ-એ બંનેની ભિન્નતાને, એટલે કે શુદ્ધતા અને અશુદ્ધતા-એ બંનેની ભિન્નતાને જે ઓળખતો નથી, મોક્ષમાર્ગ અને સંસારમાર્ગ-એ બંનેની ભિન્નતાને જે ઓળખતો નથી, તે મોક્ષમાર્ગને કઈ રીતે સાધશે? અધ્યાત્મપદ્ધત્તિ અને આગમપદ્ધત્તિ એ બંનેની ભિન્નતાનો જે જ્ઞાતા છે તે જ મોક્ષમાર્ગને સાધે છે.
અભેદદ્રવ્ય તે નિશ્ચય છે ને તેની શુદ્ધપર્યાય તે વ્યવહાર છે, શુદ્ધપરિણતિ તે જ શુદ્ધ-આત્મવ્યવહાર છે, આવા શુદ્ધ નિશ્ચય-વ્યવહારને અજ્ઞાની જાણતો નથી, અને દેહાદિની ક્રિયાને કે શુભરાગને જ તે પોતાનો વ્યવહાર માને છે, ને તેને જ તે મોક્ષમાર્ગ સમજે છે; આવા વ્યવહારમાં (-રાગમાં ને દેહની ક્રિયામાં) મગ્ન જીવ મોક્ષમાર્ગને કયાંથી સાધી શકે ? શુદ્ધ પરિણતિરૂપ વ્યવહારને તો જાણતો નથી ને રાગાદિ અશુદ્ધવ્યવહારને મોક્ષનું કારણ માને છે–એ તો મૂઢતા છે. મૂઢ હોય તે જ જીવ એવા અશુદ્ધભાવથી પોતાને મોક્ષમાર્ગનો અધિકારી માને, -એમ લગભગ ૪૦૦ વર્ષ પહેલાં પં. બનારસીદાસજી સ્પષ્ટ લખી ગયા છે, ને પરંપરાથી તો અનાદિથી આ વાત સંતો સમજાવતા આવ્યા છે. ભાઈ, તને રાગનો અનાદિનો પરિચય છે એટલે રાગની વાત તને સુગમ લાગે છે, રાગને કોઈ મોક્ષમાર્ગ કહે તો તે વાત તને ઝટ બેસી જાય છે, પણ એવો મોક્ષમાર્ગ નથી. મોક્ષમાર્ગ તો અધ્યાત્મપદ્ધત્તિરૂપ છે, આત્માના આશ્રયે થતી શુદ્ધચેતનાપરિણતિ તે જ મોક્ષમાર્ગ છે. એના વડે જ મોક્ષ સુગમતાથી મળે તેમ છે તેથી તે જ ખરેખર સુગમ-સહેલો માર્ગ છે, એ સિવાય બીજા માર્ગે મોક્ષની પ્રાપ્તિ દુર્ગમ છે–અશકય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk