________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સાધકને સ્વાનુભવ-પ્રત્યક્ષની પ્રધાનતા
“વળી તમે લખ્યું કે, કોઈ સાધર્મી કહે છે કે “આત્માને પ્રત્યક્ષ જાણે તો કર્મવર્ગણાઓને પ્રત્યક્ષ કેમ ન જાણે?' એ જ કહ્યું છે કે આત્માને પ્રત્યક્ષ તો કેવળી જ જાણે છે, ત્યારે કર્મવર્ગણાને તો અવધિજ્ઞાની પણ જાણે છે. વળી તમે લખ્યું કે બીજના ચંદ્રની જેમ આત્માના થોડા પ્રદેશ ખુલ્લા છે-એમ કહો, પરંતુ એ દાંત પ્રદેશની અપેક્ષાએ નથી પણ ગુણની અપેક્ષાએ છે.”
(મો. મા. પ્ર. પૃ. ૩૫૦) જેમ અવધિજ્ઞાની કર્મવર્ગણા વગેરેને પ્રત્યક્ષ જાણે છે તેમ સમ્યગ્દષ્ટિ સ્વાનુભવમાં કાંઈ આત્મપ્રદેશોને પ્રત્યક્ષ દેખતા નથી. આત્મપ્રદેશોને પ્રત્યક્ષ તો કેવળી ભગવાન જ દેખે છે; સમકિતીને સ્વાનુભવમાં જે પ્રત્યક્ષપણું કહ્યું છે તે કાંઈ પ્રદેશોની અપેક્ષાએ નથી કહ્યું પણ સ્વાનુભવમાં ઇન્દ્રિયાદિનું અવલંબન નથી તે અપેક્ષાએ કહ્યું છે. સાધક જીવ કર્મવર્ગણા વગેરેને તો પ્રત્યક્ષ જાણે કે ન જાણે તેથી કરીને સાધકપણામાં ફેર નથી પડતો; જ્યારે આત્માને તો સ્વાનુભવથી પ્રત્યક્ષ જાણે જ, કેમકે તેની સાથે સાધકપણાનો સંબંધ છે. કર્મવર્ગણાને પ્રત્યક્ષ ન જાણે તો પણ શ્રુતજ્ઞાન વડે સ્વરૂપમાં લીન થઈને કેવળજ્ઞાન પામી શકે છે.
આત્માના થોડાક પ્રદેશો ખૂલી જાય ને બાકીનાં પ્રદેશો આવરણવાળા રહે–એવા પ્રકારે પ્રદેશભેદ આત્મામાં નથી, સમ્યગ્દર્શનાદિ થાય છે તે આત્માના બધા અસંખ્ય પ્રદેશે સર્વત્ર થાય છે, કાંઈ થોડા પ્રદેશમાં નથી થતું. એટલે આત્માના થોડા પ્રદેશ ખુલ્લા થયા ને બીજા આવરણવાળા રહ્યા” એવા અર્થમાં કાંઈ બીજના ચંદ્રનું દષ્ટાંત નથી; એ દષ્ટાંત ક્ષેત્રઅપેક્ષાએ નથી પણ ગુણ અપેક્ષાએ છે; એટલે કે સમ્યગ્દર્શન થતાં ચોથા ગુણસ્થાને જ્ઞાનાદિ ગુણોનું કેટલુંક સામર્થ્ય ખીલ્યું છે ને કેટલુંક સામર્થ્ય હજી ખીલવાનું બાકી છે એમ સમજવું.
F (આ રીતે સાધર્મીઓના બધા પ્રશ્નોના પ્રેમપૂર્વક ઉત્તર લખીને હવે પત્રનો ઉપસંહાર કરે છે )
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk