________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૦ : અધ્યાત્મ-સંદેશ થઈ છે. -હવે જો ગ્રંથિભેદ કરશે તો મોક્ષમાર્ગ થશે. એ જ રીતે ચારિત્રમાં જે વિશુદ્ધતા કહી તેમાં પણ સમજી લેવું. એનું ઘણું સ્પષ્ટીકરણ થઈ ગયું છે. અશુભ વખતે જેટલી તીવ્ર અશુદ્ધતા છે તેટલી શુભ વખતે નથી, શુભ વખતે અશુદ્ધતા મંદ પડી છે તે અપેક્ષાએ તેમાં વિશુદ્ધિનો અંશ કહ્યો પણ તે મોક્ષમાર્ગરૂપ નથી માટે તેને ગર્ભિતશુદ્ધતા કહી, તેને મોક્ષમાર્ગ ન કહ્યો. મોક્ષમાર્ગની સમ્યક્ શુદ્ધતા ને આ ગર્ભિતશુદ્ધતા-એ બંનેની જાત જુદી છે.
આત્માનો મુક્તસ્વભાવ છે, એટલે બંધાયેલાં કર્મો સદાય બંધાયેલા જ રહેતા નથી, કર્મો સદાય છૂટયા જ કરે છે, અર્થાત્ અકામનિર્જરા તો થયા જ કરે છે. તેને એટલો અવકાશ રહે છે કે, કદી એટલી અશુદ્ધતા નથી થતી કે અકામનિર્જરા પણ ન થાય. તેનો શાનાંશ ક્ષયોપશમભાવરૂપે જરાક ખૂલો રહે જ છે, અને સંકલેશભાવ વખતેય અમુક કર્મોની નિર્જરા તો ચાલુ જ છે. આત્માને છૂટવાનો આટલો અવકાશ તો સદાય હોય જ. પણ અહીં તો સમ્યક પુરુષાર્થના બળે, મિથ્યાત્વાદિ કર્મોનો અત્યંત નાશ કરીને, સાક્ષાત્ મોક્ષમાર્ગમાં કેમ અવાય-તેની વાત છે.
કષાય છે તે અશુદ્ધતા છે, જેટલો કપાય ઘટયો તેટલી વિશુદ્ધતા થઈ એમ કહ્યું પણ તેમાં હજી સમ્યકત્વની શાંતિ પ્રગટી નથી એટલે તે પ્રગટ શુદ્ધતા નથી. સમ્યકત્વ થાય ત્યારે પ્રગટ શાંતિનું વેદના થાય. કષાયની મંદતા થઈ તેટલી વિશુદ્ધતા કીધી પણ જો કષાય અને જ્ઞાનની એકતાની ગાંઠને ભેદજ્ઞાનવડે ભેદે નહિ તો તેને મોક્ષમાર્ગનો કાંઈ લાભ થાય નહિ. મોક્ષમાર્ગનો લાભ ભેદજ્ઞાનથી જ થાય છે. વિજ્ઞાનત: सिद्धा सिद्धा ये किलकेचन।'
સંકલેશમાંથી તો મોક્ષમાર્ગ તરફ કદી જવાતું નથી.
વિશુદ્ધતામાંથી મોક્ષમાર્ગ તરફ જવાય છે–પણ કયારે? કે ગ્રંથિભેદ કરે ત્યારે.
શુભભાવરૂપ વિશુદ્ધિના બળે જીવ એટલો ઊંચો આવે કે નિગોદમાંથી નીકળી મનુષ્ય થાય ને સમવસરણમાં જાય, ગણધર પાસે જાય, સંતોની સભામાં જઈને બેસે, ભગવાનની દેશના જેમ ગણધરદેવ સાંભળે તેમ તે પણ તે જ સભામાં બેસીને સાંભળે, આટલો ઊંચો શુભભાવથી આવે, પણ ગ્રંથિભેદ વગર મોક્ષમાર્ગને સાધી શકે નહિ. ગ્રંથિભેદ કરે ત્યારે વિશુદ્ધતા વર્ધ્વમાનરૂપ થઈને શુદ્ધતાને સાધે, વિશુદ્ધતા વદ્ધમાન થાય એટલે કાંઈ રાગ વદ્ધમાન
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk