________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ર : અધ્યાત્મ-સંદેશ કારણ નથી, તો પછી સર્વથા પરાવલંબી એવો રાગ તો મોક્ષનું કારણ
ક્યાંથી હોય? ને બહારના નિમિત્તો તો કયાંય બહાર રહ્યાં ! અરે, આવો દુર્લભ અવસર પામીને પણ હે જીવ! જો તેં તારા સ્વયને ન જાણ્યું ને સ્વાશ્રયે મોક્ષમાર્ગ ન સાધ્યો તો તારું જીવન વ્યર્થ છે. આ અવસર ચાલ્યો જશે તો તું પસ્તાઈશ.
પ્રશ્ન- અમારા નિમિત્તને અને વ્યવહારને તમે ભલે મહત્વ નથી આપતા, ને અધ્યાત્મને જ મહત્વ આપો છો, પણ જગતમાં તમારી આવી અધ્યાત્મની વાતનું તો કોણ પૂછે છે? અમારી વ્યવહારની ને નિમિત્તની વાતને તો બધા જાણે છે!
“નિમિત્ત કહે મોકો સબૈ જાનત હૈ જગ લોય, તેરો નામ ન જાનહી ઉપાદાન કો હોય?”
ઉત્તરઃ- ભાઈ, જગતના અજ્ઞાનીઓ મોક્ષમાર્ગની આવી અધ્યાત્મવાતને ભલે ન જાણે, પણ જગતના બધાય જ્ઞાનીઓ ને સર્વજ્ઞો તો એ વાત બરાબર જાણે છે. માટે
ઉપાદાન કહે રે નિમિત્ત ! તું કહા કરે ગૂમાન, મોકો જાનેં જીવ વે જો હું સમ્યકવાન.
જેઓ આ અધ્યાત્મનું સ્વરૂપ જાણે છે તેઓ જ મુક્તિને પામે છે; અજ્ઞાનીને તો નિશ્ચય-વ્યવહાર વગેરેની કાંઈ ખબર જ નથી એટલે તે આ વાત જાણે નહિ ને માનેય નહિ. અને જે જીવ આ વાત જાણે તે અજ્ઞાની રહે નહિ. આ તો આત્મહિતની અપૂર્વ અલૌકિક વાત છે. આવા સ્વાલંબી મોક્ષમાર્ગનું સ્વરૂપ જે સમજે તેને મોક્ષમાર્ગ પ્રગટયા વિના રહે નહિ.
હે બંધુ !
સંતોએ તને તારો જે પરમ સ્વભાવ સંભળાવ્યો, ને તે પ્રસન્નતાથી તેની હા પાડી... તો હવે તેના અનુભવમાં વિલંબ કરીશ નહીં.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk