________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪ : અધ્યાત્મ-સંદેશ
હો-તે અશુદ્ધ છે તેથી હૈય છે. તેના કોઈ પણ અંશને ધર્મી જીવ ઉપાદેય માનતા નથી.
પોતાના દ્રવ્યની શુદ્ધતા તે જ ઉપાદેય છે. શુદ્ધ દ્રવ્યને દૃષ્ટિમાં લઈને તેમાં એકાગ્રતા કરતાં પર્યાય પણ શુદ્ધ થતી જાય છે. પર્યાયઅપેક્ષાએ પૂર્ણ શુદ્ધતારૂપ મોક્ષ ઉપાદેય છે, સમ્યગ્દર્શનાદિ શુદ્ધપર્યાય પણ ઉપાદેય છે. શુદ્ધ દ્રવ્યને શ્રદ્ધા-જ્ઞાનમાં લીધું તેણે શુદ્ધ દ્રવ્યને ઉપાદેય કર્યું કહેવાય. આ રીતે પોતાના દ્રવ્યની જે શુદ્ધતા છે તે જ ઉપાદેય છે. એ સિવાય સમસ્ત પદ્રવ્ય તો માત્ર જ્ઞેય છે. –તે નથી હેય કે નથી ઉપાદેય.
પ્રશ્ન:- પરદ્રવ્ય હૈય કે ઉપાદેય નથી, તો શું સિદ્ધ ભગવાન વગેરે પંચપરમેષ્ઠી પણ ઉપાદેય નહિ?
ઉત્તર:- ધીરા થઈને આ વાત સમજવા જેવી છે, ભાઈ! શું સિદ્ધ ભગવાનનો કે પંચપરમેષ્ઠીમાંથી કોઈનો એકેય અંશ તારામાં આવે છે? એનો કોઈ અંશ તો તારામાં આવતો નથી તો તું એને ઉપાદેય કઈ રીતે કરીશ? હા, તને જો પંચપરમેષ્ઠીપદ ખરેખરૂં પ્રિય અને ઉપાદેય લાગે છે તો તારા દ્રવ્યની શુદ્ધતા તરફ જા ને તેમાંથી શુદ્ધ પર્યાયરૂપ પરમેષ્ઠીપદ પ્રગટ કર; એ રીતે તું પોતે જ પંચપરમેષ્ઠીમાં ભળી જા. તેથી કહ્યું છે કે ‘પંચપદ વ્યવહારથી, નિશ્ચયે આત્મામાં જ.' –એટલે આત્મસન્મુખ થવું તે
જ પંચપરમેષ્ઠીને ઉપાદેય કરવાની રીત છે.
વળી સિદ્ધ વગેરેને અહીં જ્ઞેય કહ્યા છે; હવે તેમનું સ્વરૂપ વિચારીને જો તેમને ખરેખર જ્ઞેય બનાવે તો તે જ્ઞાનમાં પોતાનો શુદ્ધઆત્મા ઉપાદેય થઈ જ જાય-એવો નિયમ છે. પોતાના શુદ્ધઆત્માને જે જ્ઞાન ઉપાદેય નથી કરતું તે જ્ઞાન સિદ્ધ વગેરે પંચપરમેષ્ઠીનું વાસ્તવિક સ્વરૂપ પણ ઓળખી શકતું નથી એટલે તેમને ખરેખર શેય બનાવી શકતું નથી, તેમજ પરભાવોને તે હેય પણ બનાવી શકતું નથી. આ રીતે જ્યાં શુદ્ધાત્માનું ઉપાદેયપણું છે ત્યાં જ સિદ્ધ વગેરેનું જ્ઞેયપણું અને ૫૨ભાવોનું હૈયપણું છે. હૈય-જ્ઞેય ને ઉપાદેયની આવી પદ્ધત્તિ ધર્માત્માને જ હોય છે. અજ્ઞાનીને તેમાં વિપરીતતા હોય છે.
શુદ્ધઆત્માને ઉપાદેય કરીને જેમ જેમ સ્વસન્મુખતા વધતી જાય તેમ તેમ ૫૨ભાવો છૂટતા જાય, ને જ્ઞાનશક્તિ વધતી જાય; શુદ્ધતા વધતાં ગુણસ્થાન પણ વધે. જ્ઞાનીને જેમ જેમ ગુણસ્થાન વધતું જાય તેમ તેમ હૈયજ્ઞેયઉપાદેયશક્તિ વધતી જાય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk