________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૮૧ બંનેનો સરખો છે, એટલે બંનેની એક જ જાત છે. એ રીતે તેમને અંશઅંશીપણું સમજવું. જેમ બીજ છે તે કાંઈ તાવડીનો કટકો નથી પણ ચંદ્રનો કટકો છે, તેમ મતિ-શ્રુતજ્ઞાન તે જ્ઞાનનો જ અંશ છે, તે રાગનો અંશ નથી. મતિ-શ્રુતનું ને કેવળજ્ઞાનનું ક્ષેત્ર તો સરખું જ છે, એટલે ક્ષેત્ર અપેક્ષાએ તેમને અંશ-એશીપણું નથી પણ ભાવઅપેક્ષાએ અંશ-અંશીપણું છે. ત્રણે દષ્ટાંતમાં એ રીતે યોગ્ય સમજવું.
વળી ૧૩માં ગુણસ્થાનનું કેવળજ્ઞાન અને ચોથા ગુણસ્થાનનું સમ્યક્રમતિશ્રુતજ્ઞાન એ બંનેમાં સમ્યકપણાની અપેક્ષાએ એક જાત છે; પણ જેમ કેવળજ્ઞાન સર્વ પદાર્થોને, અસંખ્ય આત્મપ્રદેશો વગેરેને પણ પ્રત્યક્ષ સાક્ષાત્ જાણે છે તેમ મતિશ્રુતજ્ઞાન કાંઈ પ્રત્યક્ષ નથી જાણતા. એટલે પ્રત્યક્ષપણાની અપેક્ષાએ કાંઈ બંને સરખા નથી, પણ જાત અપેક્ષાએ સરખા છે. મતિ-જ્ઞાન કે કેવળજ્ઞાન વગેરે બધા જ્ઞાનોને સામાન્યજ્ઞાનસ્વભાવ સાથે જ એકતા છે. તેથી સમયસારમાં આચાર્યદવે કહ્યું છે કે
મતિ શ્રુત અવધિ મનઃ કેવળ તેવું પદ એક જ ખરે,
આ જ્ઞાનપદ પરમાર્થ છે જે પામી જીવ મુક્તિ લહે. ૨૦૪. જ્ઞાનસામાન્યના જ એ બધા વિશેષો છે એટલે જ્ઞાનને જ તે બધા ભેદો અભિનંદે છે, તે બધાયની એક જ જાત છે. તેમાં પ્રત્યક્ષ-પરોક્ષ વગેરે ભેદ છે પણ જાતિભેદ નથી. જેમ કોઈ વણિક પાસે વધુ મૂડી હોય, કોઈ પાસે ઓછી હોય, એટલે મુડીની શક્તિનો ભેદ છે પણ તેથી કાંઈ જાતિભેદ નથી, વણિકજાતિ અપેક્ષાએ બંને સરખા જ છે. તેમ કેવળજ્ઞાનનું સામર્થ્ય ઘણું અપાર, ને મતિશ્રુતનું સામર્થ્ય થોડું-એમ સામર્થ્યમાં ભેદ હોવા છતાં બંનેની જાતિ એક જ છે, સમ્યજ્ઞાનપણે બંને સરખા જ છે. તેમ જ સ્વાનુભવ વખતે તો મતિ-શ્રુતજ્ઞાન પણ પ્રત્યક્ષ જેવા થઈ જાય છે.
શ્રુતજ્ઞાનમાં પણ એવી બેહદ તાકાત છે કે કેવળજ્ઞાન-અનુસાર બધા તત્ત્વોને જાણી લ્ય. અહીં પ્રયોજનભૂત તત્ત્વોની અપેક્ષાએ વાત સમજવી. કેવળજ્ઞાન અનુસાર બધા પ્રયોજનભૂત તત્ત્વોનો પરોક્ષ નિર્ણય શ્રુતજ્ઞાન પણ કરી શકે છે. ભલે બધા ક્ષેત્રને કે ત્રણ કાળના સમયોને ભિન્ન ભિન્ન ન જાણી શકે પણ પોતાના હિત-અહિત સંબંધી પ્રયોજનભૂત તત્ત્વોને તો તે શ્રુતજ્ઞાન પણ કેવળજ્ઞાન અનુસાર જ જાણે છે, તેમાં વિપરીતતા હોતી નથી. તે કેવળજ્ઞાન જેવું પ્રત્યક્ષ ભલે ન જાણે પણ તેમાં વિપરીતતા ન હોય. –આ અપેક્ષાએ તેમાં એક જાતિપણું સમજવું.
વળી આ સંબંધી વિશેષ કહે છે:
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk