________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૫૧ * આવું સમ્યગ્દર્શન એ મોક્ષનું દ્વાર છે; તેના વડે જ મોક્ષનો માર્ગ ઊઘડે છે. એનો ઉદ્યમ એ જ દરેક મુમુક્ષુનું પહેલું કામ છે. અને દરેક મુમુક્ષુથી આ થઈ શકે તેવું છે.
આ
અહા, અત્યારે સમ્યગ્દર્શનનું સ્વરૂપ ઘણું સ્પષ્ટ બહાર આવ્યું છે. વાત એવી સરસ છે કે જો સમજે તો અંદર સ્વાનુભૂતિનો રંગ ચડી જાય, ને રાગનો રંગ ઊતરી જાય. આત્માની શુદ્ધઅનુભૂતિ રાગના રંગ વગરની છે; જેને આવી અનુભૂતિનો રંગ નથી તે રાગથી રંગાઈ જાય છે. હું જીવ ! એકવાર આત્મામાં રાગનો રંગ ઊતારીને સ્વાનુભૂતિનો રંગ ચડાવ.
એકવાર પણ સ્વાનુભૂતિથી જેને શુદ્ધાત્માની પ્રતીત થઈ એટલે કે સમ્યગ્દર્શન થયું, પછી તેને સ્વાનુભવમાં હોય ત્યારે પ્રતીતનું જોર વધી જાય ને બહાર શુભાશુભમાં આવે ત્યારે પ્રતીત ઢીલી પડી જાય એમ નથી. વળી નિર્વિકલ્પદશા વખતે સમ્યક્ત્વ પ્રત્યક્ષ અને સવિકલ્પદશા વખતે સમ્યક્ત્વ પરોક્ષ એવું પ્રત્યક્ષ-પરોક્ષપણું પણ સમ્યક્ત્વમાં નથી. અથવા, નિર્વિકલ્પદશા વખતે નિશ્ચયસમ્યક્ત્વ ને વિકલ્પદશા વખતે એકલું વ્યવહારસમ્યક્ત્વ એમ પણ નથી. ધર્મીને, સવિકલ્પદશા હો કે નિર્વિકલ્પદશા હો બંને વખતે, શુદ્ધાત્માની પ્રતીતરૂપ નિશ્ચય સમ્યક્ત્વ તો સળંગપણે વર્તી રહ્યું જ છે. જો નિશ્ચયસમ્યક્ત્વ ન હોય તો સાધકપણું જ ન રહે, મોક્ષમાર્ગ જ ન રહે. પછી નિશ્ચયસમ્યક્ત્વમાં ભલે કોઈને ઔપમિક હોય, કોઈને ક્ષાયોપમિક હોય ને કોઈને ક્ષાયિક હોય. શુદ્ધાત્માની પ્રતીત તો ત્રણેમાં સરખી છે. ક્ષાયિકસમ્યક્ત્વ તો સર્વથા નિર્મળ છે; ઔપશમિક સમ્યક્ત્વ પણ વર્તમાનમાં તો ક્ષાયિક જેવું જ નિર્મળ છે, પણ તે જીવને આછરેલા પાણીની માફક તળીયેથી ( સત્તામાંથી હજી મિથ્યાત્વની પ્રકૃતિનો નાશ થયો નથી; અને ક્ષાયોપશમિક સમ્યક્ત્વમાં સમ્યક્ત્વને બાધા ન પહોંચાડે એવા પ્રકારનો સમ્યક્મોહનીયપ્રકૃતિ સંબંધી વિકાર છે. ત્રણે પ્રકારના સમતિમાં શુદ્ધ આત્માની પ્રતીત વર્તે છે. પ્રતીત અપેક્ષાએ તો સમ્યગ્દષ્ટિને સિદ્ધસમાન કહ્યો છે.
પ્રશ્ન:- ચોથા ગુણસ્થાનવાળા ક્ષાયિકસમ્યગ્દષ્ટિની પ્રતીત તો સિદ્ધભગવાન જેવી હોય, પણ ઉપશમસમ્યગ્દષ્ટિની પ્રતીત પણ શું સિદ્ધભગવાન જેવી છે?
ઉત્તર:- હા; ઉપશમસમકિતીની પ્રતીતમાં જે શુદ્ધાત્મા આવ્યો છે તે પણ જેવો સિદ્ધની પ્રતીતમાં આવ્યો છે તેવો જ છે. શુદ્ધઆત્માની પ્રતીત તો ત્રણે સમકિતીની સરખી જ છે, એમાં કાંઈ ફેર નથી.
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk