________________
सूत्रार्थमुक्तावलिः
વસ્તુનું તે તે રૂપે થવું તે પરિણામ છે અને તે જ પારિણામિક છે. અથવા તો પરિણામથી થયેલ તે પારિણામિક છે. સાદિ અને અનાદિ સ્વરૂપથી પારિણામિક ભાવ બે સ્વરૂપે છે. જીર્ણત્વશબ્દ-અબ્દવૃક્ષ-સંધ્યા-ગંધર્વનગર વિગેરે સાદિ સ્વરૂપ પારિણામિક ભાવ છે અને ધર્મ-અધર્મઆકાશ વિગેરે અનાદિ સ્વરૂપ પારિણામિક ભાવ છે.
४६
ઔદયિક વિગેરેમાંથી બે વિગેરે ભાવોનું મળવું તે સન્નિપાત છે. તે સાન્નિપાતિક અથવા તેનાથી થયેલ તે સાન્નિપાતિક, તેમાં દ્વિકના સંયોગથી દશ ભેદ થાય છે.
: દશ ભેદ નામ :
૧ ઔયિક ઔપમિક નિષ્પન્ન
૨ - ઔદયિક ક્ષાયિક નિષ્પન્ન ૩ - ઔદિયક ક્ષાયોપમિક નિષ્પન્ન
૪ - ઔદયિક પારિણામિક નિષ્પન્ન
૫ - ઔપશમિક ક્ષાયિક નિષ્પન્ન
-
૬ - ઔપમિક ક્ષાયોપશમિક નિષ્પન્ન
૭ - ઔપશમિક પારિણામિક નિષ્પન્ન
૮ - ક્ષાયિક ક્ષાયોપમિક નિષ્પન્ન
૯ - ક્ષાયિક પારિણામિક નિષ્પન્ન
૧૦ - ક્ષાયોપમિક પારિણામિક નિષ્પન્ન
એ પ્રમાણે ત્રણના સંયોગમાં દશ, ચારના સંયોગમાં પાંચ, પાંચના સંયોગમાં એક એ પ્રમાણે છવ્વીસ અનુયોગ દ્વારથી જાણવા.
દ્વિક સંયોગમાં નવમો ભાંગો સિદ્ધને હોય છે. બીજા નવ દ્વિક સંયોગી ભાંગા કોઈ જીવમાં સંભવતા નથી, સંસારી જીવને જન્યથી પણ ઔદિયક ભાવની ગતિ,ક્ષયોપમિક ભાવની ઇન્દ્રિય, પારિણામિક ભાવથી જીવત્વ એમ ત્રણનો લાભ થતો હોવાથી સર્વે ભાવો પ્રરૂપણા માત્ર સ્વરૂપ છે. આ છ ભાવોથી સમસ્ત એવા ધર્માસ્તિકાય વિગેરે પદાર્થોનો સંગ્રહ થતો હોવાથી છ ભાવના વાચક નામો છ છે. તે પ્રમાણે ભાવ છે.
ષડ્જ વિગેરે સાત નામ છે. નાસિકા-કંઠ-છાતી-તાળુ-જીભ-દાંત આ છથી થયેલો સ્વર તે ષ′′ સ્વર કહેવાય છે.
નાભિથી ઉઠેલો કંઠ શિર્ષમાં વાગેલો સ્વર ઋષભની જેમ નર્ધન (અવાજ કરે છે) એટલે ઋષભ કહેવાય છે.
હૃદય અને કંઠમાં વાગેલ, નાભિથી ઉઠેલ જુદી જુદી ગંધને વહન કરનાર એવા વાયુથી જન્ય તે ગાંધાર સ્વર કહેવાય છે.
છાતી અને હૃદયમાંથી વાગેલ, નાભિથી ઉઠેલ, નાભિમાં પ્રાપ્ત થયેલું, વાયુથી જન્ય એવા સ્વર મધ્યમ સ્વર કહેવાય છે.
નાભિથી ઉઠેલો હૃદય-કંઠ-મસ્તકમાં વાગેલો, વાયુથી જન્ય તે સ્વર તે પંચમ સ્વર કહેવાય છે.