________________
१००
सूत्रार्थमुक्तावलिः
| સ્પર્શનાદ્વારમાં એક દ્રવ્યની અપેક્ષાએ આનુપૂર્વી દ્રવ્ય જઘન્યથી ત્રણ સમય સુધી રહે છે. કારણ કે, જઘન્યથી પણ ત્રણ સમયની સ્થિતિવાળો જ આનુપૂર્વી રૂપે કહેલો છે. ઉત્કૃષ્ટથી અસંખ્યકાલ રહેલો છે. કારણ કે, તે કાલથી આગળ વધારે) એક પરિણામ વડે દ્રવ્યના અવસ્થાન (સ્થિતિ)નો અભાવ છે. જુદા જુદા દ્રવ્યો તો લોકના દરેક પ્રદેશમાં હંમેશા હોય છે. કારણ કે, લોક હંમેશા તેઓથી અશૂન્ય હોય છે અને અનાનુપૂર્વી દ્રવ્યો એક દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય-ઉત્કૃષ્ટ વિચારણાને મૂકીને એક સમય સુધીની અને જુદા જુદા દ્રવ્યોની અપેક્ષાએ હંમેશા હોય છે. અવક્તવ્યક દ્રવ્યો એક દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય ઉત્કૃષ્ટની વિચારણાને મુકીને બે સમય સુધી અને જુદા જુદા દ્રવ્યોની અપેક્ષાએ હંમેશા હોય છે. કારણ કે, એક સમયની સ્થિતિવાળો અનાનુપૂર્વી રૂપે અને બે સમયની સ્થિતિવાળો અવક્તવ્યક રૂપે સ્વીકારતો હોવાથી જઘન્યઉત્કૃષ્ટની વિચારણા સંભવતી નથી. અંતર દ્વારમાં એક દ્રવ્યની અપેક્ષાએ આનુપૂર્વી દ્રવ્યનું જઘન્ય અંતર એક સમય છે. કારણ કે, ત્રણ વિગેરે સમયની સ્થિતિવાળું દ્રવ્ય તેના પરિણામના ત્યાગથી જ અન્ય પરિણામ વડે એક સમય રહીને ત્રણ વિગેરે સમયની સ્થિતિવાળારૂપે ફરીથી તે પરિણામની પ્રાપ્તિમાં જઘન્યરૂપે એક સમય જ અવાન્તર (અન્ય) પ્રાપ્તિ થાય છે. ઉત્કૃષ્ટથી બે સમય, કારણ કે વચ્ચે બે સમય સુધી રહીને ફરીથી જે તે પરિણામની પ્રાપ્તિ થાય છે. વચ્ચે ત્રણ વિગેરે સમય સુધી રહેવામાં તો ત્યાં પણ આનુપૂર્વીપણાને અનુભવે એટલે અંતર જ ન થાય, જુદા-જુદા દ્રવ્યોનું તો અંતર નથી. કારણ કે, લોક ક્યારેય પણ તેનાથી શૂન્ય હોતો નથી અને અનાનુપૂર્વી દ્રવ્યોનું અંતર એક દ્રવ્યની અપેક્ષાએ બે સમય છે. એક સમયની સ્થિતિવાળું દ્રવ્ય જયારે પરિણામાંતર વડે બે સમય અનુભવીને ફરીથી તે જ એક સમયની સ્થિતિવાળા પરિણામને પ્રાપ્ત કરે છે, ત્યારે બે સમય જઘન્યથી અંતરકાલ છે. જો પરિણામાંતર વડે એક સમય જ રહે તો અંતર જ ન થાય, કારણ કે, ત્યાં પણ અનાનુપૂર્વીપણું છે. હવે બે સમયથી વધારે રહે ત્યારે જધન્યપણું ન થાય. ઉત્કૃષ્ટથી તો અસંખ્યકાલ છે, કારણ કે, તેટલા કાલ સુધી પરિણામાંતર વડે વચ્ચે રહીને ફરીથી એક સમયની સ્થિતિવાળા પરિણામની પ્રાપ્તિ થાય છે. જુદા-જુદા દ્રવ્યોનું તો અંતર નથી. અવક્તવ્યક દ્રવ્યોનું જધન્ય અંતર એક દ્રવ્યની અપેક્ષાએ એક સમય છે. બે સમયની સ્થિતિવાળું કોઈક અવક્તવ્યક દ્રવ્ય પરિણામોતર વડે એક સમય રહીને ફરીથી તે જ પૂર્વ પરિણામને જયારે પ્રાપ્ત કરે છે ત્યારે જઘન્ય અંતરકાલ એક સમય થાય છે. અસંખ્યકાલ સુધી રહીને ફરીથી તેની પ્રાપ્તિ થતી હોવાથી ઉત્કૃષ્ટ અંતરકાલ અસંખ્યાત છે, જુદા-જુદા દ્રવ્યોનું અંતર નથી જ.
ભાગદ્વારમાં દ્રવ્યાનુપૂર્વી-ક્ષેત્રાનુપૂર્વીની જેમ અહીં કાલાનુપૂર્વમાં આનુપૂર્વી દ્રવ્યો શેષ દ્રવ્યોથી અસંખ્યાત ભાગોથી અધિક છે. શેષ દ્રવ્ય તો આનુપૂર્વી દ્રવ્યોના અસંખ્યાત ભાગે જ વર્તે છે.