________________
२८०
सूत्रार्थमुक्तावलिः વસ્ત્ર પ્રહણના નિયમને કહે છે.
સૂત્રાર્થ - અનલ-અસ્થિર-અધ્રુવ-અધારણીય આદિ ભાંગા વડે જોઈને અભિગ્રહયુક્ત સાધુએ શુદ્ધ વસ્ત્રને લેવું જોઈએ.
ભાવાર્થ :- મેં જેવું વિચાર્યું છે તેવું વસ્ત્ર માંગીશ, હું જેવું વસ્ત્ર જોઈશ તેવું માંગીશ. અંદર કે ઉપર શય્યાતરે પહેરેલું, અર્થાત્ પરિભક્ત પ્રાયઃ વસ્ત્ર ગ્રહણ કરીશ. તે જ વસ્ત્ર શય્યાતરે કાઢી નાંખવા માટે અર્થાત્ કોઈને આપવા માટે રાખ્યું હોય તેવું ગ્રહણ કરીશ. આ પ્રમાણે ચાર અભિગ્રહપૂર્વક વસ્ત્રની ગવેષણા કરતો મુનિ જે વસ્ત્રને ગ્રહણ કર્યા પછી એમાં ફેરફાર નથી કરવો પડે તેવું અર્થાત્ સીધું પહેરી શકાય તેવું. બીજ-કંદ-લીલા વનસ્પતિ આદિથી રહિત, અલ્પખંડ, અલ્પસંતાનક આદિ ગુણથી યુક્ત, દાતા જે વખતે વહોરાવતો હોય તે જ વખતે ચારે બાજુથી પ્રતિલેખન કરીને ગ્રહણ કરે. પ્રતિલેખન (ઝીણવટથી તપાસ) કર્યા વગર ગ્રહણ ન કરે. જો પડિલેહણ કર્યા વિના ગ્રહણ કરે તો કર્મબંધનું કારણ બને છે. અથવા તો તે વસ્ત્રના છેડે કુંડલ આદિ આભૂષણ બાંધેલ હોય તો ચોરીનો આરોપ આવે અથવા તો બીજી કોઈ તકલીફ પણ ઊભી થઈ શકે.) અથવા તો કોઈક સચિત્ત વસ્તુ હોય.
તેમજ હીન-એકદમ હલકું કપડું પહેરવા આદિ ઈચ્છિત કાર્ય માટે અયોગ્ય હોય તેને “અનલમ્ વસ્ત્ર' કહેવાય.
અત્યંત જીર્ણ વસ્ત્ર લાંબુ ટકે નહીં તેવું અસ્થિર વસ્ત્ર' કહેવાય. જે વસ્ત્રની અનુજ્ઞા દાતા થોડા સમય માટે આપે તે “અધ્રુવ વસ્ત્ર' કહેવાય. વસ્ત્રના અમુક એવા ભાગમાં અંજન વિગેરેનો ડાઘ લાગેલો હોય તેવું વસ્ત્ર જે પહેરવા યોગ્ય ન હોય તે “અવધારણીય વસ્ત્ર કહેવાય છે.
આ ચાર પદ વડે સોળ ભાંગા થાય છે તેમાં એક જ ભાંગો શુદ્ધ છે. બીજા પંદર અશુદ્ધ છે. તેવું શુદ્ધ વસ્ત્ર જે દાતા વડે અપાતું હોય તો સાધુને કહ્યું છે. '૮૦ના
धावननियममाहगच्छान्तर्गतो यतनया प्रक्षाल्य प्रत्युपेक्षितस्थण्डिलादावातापयेत् ॥ ८१ ॥
गच्छान्तर्गत इति, मलिनमपि दुर्गन्ध्यपि वस्त्रं गच्छनिर्गतो न प्रक्षालयेत्, गच्छान्तर्गतस्तु लोकोपघातसंसक्तिभयान्मलापनयार्थमेव प्रासुकोदकादिना यतनया धावनादि कुर्यात्, न त्वभिनववस्त्रं नास्तीति कृत्वा सुगन्धिद्रव्येणाघृष्य प्रघृष्य वा शोभनतामापादयेत्, आतापनमपि भूमावव्यवहितायां चलाचले स्थूणादौ वा तत्पतनभयतो न कुर्यात्, किन्तु स्थण्डिलादि चक्षुषा प्रत्युपेक्ष्य रजोहरणादिना प्रमृज्य चातापनादिकं कुर्यात् ।। ८१ ॥