________________
सूत्रकृतांग
३१९
સ્કંધ, સંજ્ઞા નિમિત્તે ઉગ્રાહણાત્મક પ્રત્યય સંજ્ઞા સ્કંધ. પુણ્ય અપુણ્ય વગેરે ધર્મ સમુદાય સંસ્કાર સ્કંધ આ પાંચ સ્કંધો ક્ષણમાત્ર સ્થાયી છે. યત્ સત્ તત્ ક્ષણિકમ્ એ પ્રમાણે વ્યાતિ છે. પોતાના કારણો વડે પદાર્થોના વિનાશી સ્વભાવપણા વડે જ ઉત્પત્તિ હોવાથી હવે જો અવિનાશી સ્વભાવ ભાવ થાય ત્યારે સર્વવ્યાપીપણાના ક્રમસર કે યુગપતું એટલે એકસાથે અર્થ ક્રિયાકારી હોય તે જ પરમાર્થથી સત્ છે. જો ભાવ અક્ષણિક હોય ત્યારે પોતે શું અર્થક્રિયાને ક્રમસર કરે છે કે (યુગપ) એકલો એ કરે છે ? પહેલા પક્ષમાં પણ જે એક અર્થ ક્રિયાકારી પણું છે ત્યારે બીજા અર્થ ક્રિયાકારીપણાનો સ્વભાવપણું છે કે નહીં ?
પહેલા પક્ષના હિસાબે સહકાર્યપણું હોતું નથી.. (ક્રમકારિપણું) સાથે જ કર્તાપણાનો પ્રસંગ આવશે. જોવા પ્રકારના સ્વભાવ તે પણું હોવાથી કાર્યકારિત્વ સહકારીની અપેક્ષાએ જ કાર્યકારિપણું હોતે છતે પણ કહેવાય છે. તો પછી કેમ સહકારી વડે તેનું કંઈક અતિશય કરાય છે કે નહીં? પહેલા પક્ષમાં પણ પૂર્વ સ્વભાવ છોડવા વડે કે ન છોડવા વડે. પહેલામાં સ્વભાવ છોડવાથી ક્ષણિકપણું થાય અને બીજા પક્ષમાં સહકારની અપેક્ષાએ વ્યર્થ જ છે. તેથી ત્યાં અતિશયનો અભાવ હોવાથી અકિંચિંતકારી સહકારીની અપેક્ષા રાખે છે એવું નથી. સકલ જગતની અપેક્ષા પ્રસંગ વિશેષથી એ કાર્ય યા કાળમાં પણ અપરાર્થ ક્રિયાકાળ સ્વભાવપણાનો અસ્વીકારમાં પણ તેનો અક્ષણિકપણું શી રીતે થશે.
જો યુગપ૬ અર્થક્રિયાકારીપણું તેનો સ્વભાવ હોય એ પક્ષ સ્વીકારીએ તો પહેલી ક્ષણેજ બધી અર્થક્રિયાઓના ભાવથી, બીજી ક્ષણોમાં અકર્તાપણા ક્ષણિકપણું તો પણ હોય છે. કરેલાનું કરવું એ અસંભવ છે. ફરી બીજી વગેરે ક્ષણોમાં તે જ સમસ્ત ક્રિયાઓ કરે છે. એમ બોલવું અશક્ય હોવાથી બીજી વગેરે ક્ષણોમાં થનારા કાર્યોની પહેલી ક્ષણોમાં જ પ્રાપ્ત થનારાઓના, તેનો તે સ્વભાવપણામાં અતત્ સ્વભાવપણામાં અનિત્યત્વની આપત્તિ આવતી હોવાથી તેથી પોતાના કારણોમાંથી અક્ષણિકની ઉત્પત્તિ પરંતું તે ક્ષણસ્થાયિન છે. જો સ્વકારણોમાંથી અનિત્યની જ ઉત્પત્તિ હોય છે. બીજી ક્ષણ વિનાશી સ્વભાવની ઉત્પત્તિ નથી. અને તેનો વિનાશ જયારે વિનાશ હેતુઓ સમવધાન સાથે રહેલા હોય ત્યારે હોય છે. પણ બીજી ક્ષણોમાં હોય એવું નથી. કારણકે વિનાશ હેતુનો અસંભવ હોય છે. વિનાશ હેતુ વડે ઘટ વગેરેને શું કરીએ? અભાવ. તો અભાવ શું છે? તે પર્યદાસરૂપ કે પ્રેસજયરૂપ છે. પ્રથમ પર્યદાસ હોય તો તો ભાવથી ભાવાંતર રૂપ એટલે ઘટાભાવ થાય અને મુગર વગેરે વકે ભાવાંતર કર્યો છે. તે પણ ઘટતે અવસ્થામાં જ રહેશે. તેના વડે તેનું કંઇપણ કરાતું ન હોવાથી.
બીજા પક્ષમાં વિનાશ હેતનો અભાવ કરે છે, એ પ્રમાણે કહેવાથી ભાવ કંઈપણ કરતો નથી એમ કહેવાથી ક્રિયાનો નિષેધ જ પ્રાપ્ત થાય છે. પણ ઘટની નિવૃત્તિ નહીં ‘તે પણ કરે છે એમ પણ ન કહેવું. કારણ નિવૃત્તિનું નિરૂપણાવડે, તુચ્છપાવડે ત્યાં કારક-કારકપણાનો વ્યાપાર થશે. વિનાશ હેતુઓ અકિંચિત્કર થતાં હોવાથી પોતાના કારણોથી જ વિનાશ સ્વભાવોના ભાવોનો