________________
सूत्रकृतांग
३९७
કાળ, ભાવ વડે બધા પદાર્થો વિદ્યમાન રૂપે છે. અને પારદ્રવ્ય વગેરે વડે સર્વ પદાર્થો સત્તિ એટલે કે છે. એ પ્રમાણે વિભનયવાદને કહે છે. તે વાદને પણ સત્ય, અસત્યામૃષા એ બે ભાવ વડે કહે. તેના વડે કહેવાયેલ અર્થને કોઇક બુદ્ધિશાલી વડે તેજ પ્રમાણે સારી રીતે જણાય છે. બીજા મંદબુદ્ધિપણાથી જુદી રીતે જ જાણે તેમ જે આ જાણે છે તે પ્રમાણે હેતુ ઉદાહરણ સયુક્તિ વડે પ્રગટ કરવાપૂર્વક કર્કશ વચન બોલ્યા વગર સમ્યફ પ્રકારે જાણે. થોડા વખતના વ્યાખ્યાનને વ્યાકરણ તર્ક વગેરેના પ્રવેશ કરાવવા દ્વારા પ્રસંગાનુપ્રસંગ વડે લાંબા સમયનું કરે નહીં. કારણ કે જે અતિ વિષમ હોવાથી અલ્પાક્ષર વડે સારી રીતે જાણી ન શકે તેને પર્યાયવાચી શબ્દ વડે બોલી ભાવાર્થ કહે. સાંભળનારની અપેક્ષાપૂર્વક પૂર્તિ હેતુયુક્તિ વડે અસ્મલિત, અમિલિત, અહીનાક્ષર, અર્થવાદી (વાળ) બોલે, થોડા અક્ષર વાળું કહીને કૃતાર્થ ન થાય, એ પ્રમાણે પરસ્પર અવિરૂદ્ધ, નિરવદ્ય વાણી પ્રયોજી ઉત્સર્ગ વિષય હોય ત્યારે ઉત્સર્ગ, અપવાદ વિષય હોય ત્યારે અપવાદને સ્વપર સિદ્ધાંતના યથાયોગ્ય વચનને બોલે, તીર્થકર, ગણધર, વગેરેએ કહેલ ગ્રહણ શિક્ષાને સારી રીતે ગ્રહણ કરે અને આસેવન શિક્ષા વડે અનવરત (સતત) ઉઘુક્ત એટલે અપ્રમત્ત વિહારીપણે સેવે. અને બીજાઓને પણ તે પ્રમાણે પ્રતિપાદન કરી એમાં જોડે. હંમેશાં પ્રયત્નશીલ થયેલો તે જે કાર્યનો જે સમય હોય તે સમયને ઓળંગે નહીં અને પરસ્પર બાધાપૂર્વક બધી ક્રિયાઓ કરે. આવા પ્રકારના ગુણોવાળો યથાકાળવાદી, યથાયોગ્ય કાળમાં ક્રિયા કરનારો અને સર્વજ્ઞો વડે કહેવાયેલ સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્ર નામની સમાધિને સારી રીતે જાણે, અને તે ગ્રહણકરવા યોગ્ય વચનવાળો, હોશિયાર, શુદ્ધસૂત્ર સર્વશે કહેલ જ્ઞાન વગેરેના પ્રતિપાદન કરવા માટે યોગ્ય છે. ll૪તા. ___ यस्त्रैकालिकं वस्त्ववगच्छति स एव भाषितुमर्हति नान्यः स एव च परिज्ञाता त्रोटयिता चेत्याह
घात्यन्तकृदनन्यसदृशज्ञः सत्यधर्मप्रणेता ॥५०॥
घातीति, दर्शनज्ञानाद्यावरणकर्मणो निश्शेषं विनाशको यः स एव सर्वस्यापि वस्तुजातस्य यथावस्थितस्वरूपनिरूपणतः प्रणेता नायको भवति, कालत्रयभाविपर्यायतो द्रव्यादिचतुष्कस्वरूपतश्च द्रव्यपर्यायपरिज्ञानात्, विशिष्टोपदेशदानेन सर्वप्राणिनां संसाराद्रक्षणशीलत्वाच्च, नास्य संशयविपर्ययादयो वर्तन्ते तदावरणक्षयकारित्वात्, विनष्टघातिकर्मत्वादेवासावनन्यसदृशज्ञः, न ह्यस्य विज्ञानेन तुल्यो वस्तुगतसामान्यविशेषांशपरिच्छेदकः कश्चिद्विद्यते, अपरैर्द्रव्यपर्याययोरनभ्युपगमात्, यतश्चायं सत्यधर्मप्रणेताऽतो न केवलं हेयोपादेयमात्रपरिज्ञाता, किन्तु सर्वज्ञोऽनन्यसदृशज्ञः, न हि सर्वज्ञत्वमन्तरेणावितथभाषित्वं सत्यधर्मप्रणेतृत्वं वा सम्भवति सर्वप्राण्यादिविज्ञानाभावात्, तथा च सर्वत्रानाश्वासो भवेत् ।