________________
सूत्रार्थमुक्तावलिः पृथिवीकायादयोऽसंज्ञिनः प्राणिनः तेऽप्यहर्निशममित्रभूता मिथ्यासंस्थिता नित्यं प्रशठव्यतिपातचित्तदण्डा दुःखोत्पादनयावत्परितापनपरिक्लेदादेरप्रतिविरता असंज्ञिनोऽपि सन्तोऽहर्निशं प्राणातिपाते कर्त्तव्ये तद्योग्यतया तदसम्प्राप्तावपि ग्रामघातकवदुपाख्यायन्ते किमुत संज्ञिनः ॥६९॥
તે જીવો આ પ્રમાણે આહારમાં અગુપ્ત એટલે કાબુ વગરના થયેલા હોવાથી તેમને કર્મબંધ અવશ્ય થશે જ આથી વર્તમાનમાં તે આહારના પચ્ચક્ખાણ લેવા માટે અને ઉત્તમ ગુણો મેળવવા માટે બતાવી રહ્યા છે.
४३२
સૂત્રાર્થ :- નહિ અટકેલા, પચ્ચક્ખાણ વગરના, પાપકર્મવાળા કર્મ બાંધનારા છે.
ટીકાર્થ ઃ- આત્મા અનાદિ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ યુક્ત સ્વભાવથી જ અપ્રત્યખ્યાન એટલે પચ્ચક્ખાણ વગરનો હોય છે. તે જ જીવો કોઇક નિમિત્તથી પ્રત્યાખ્યાની એટલે વ્રત પચ્ચક્ખાણવાળા થાય છે. તથા અક્રિયા કુશલ એટલે પાપક્રિયામાં કુશલ, મિથ્યાત્વના ઉદયમાં રહેલા બીજા પ્રાણીઓના માટે દંડ સમાન, રાગ-દ્વેષથી કલુષિત હિતાહિત પ્રાપ્તિ પરિહારનાં વિવેક વગરના, ભાવથી સૂતેલો, અપ્રત્યાખ્યાન ક્રિયાવાળો હોવાથી જ અવિચારી તે મન વચન કાયાવાળો થાય છે. આવા પ્રકારનો નિર્વિવેકીપણાવાળો, કુશળ વિજ્ઞાન વગરનો સુખના સ્વપ્રને પણ જોતો નથી. તે અવ્યક્ત વિજ્ઞાનવાળાને સ્વપ્ર ન જોતાં પાપ કર્મ બાંધે છે.
પ્રશ્ન :- અવ્યક્ત વિજ્ઞાનવાળાઓને પાપકર્મ શી રીતે બંધાય ? કેમકે પાપકર્મ - પાપકર્મના આશ્રવભૂત મન-વચન-કાયા વડે બંધાય છે. એમ ન હોય તો એકેન્દ્રિય, વિકલેન્દ્રિય વગેરેને કર્મબંધનો સંભવ રહેશે નહિં, કેમકે પાણીનો ઘાત કરનારાને ત્યાં આગળ મન-વચન-કાયાના વ્યાપારનો અભાવ હોય છે. એમ ન હોય તો મોક્ષના જીવોને પણ કર્મબંધ થઇ શકે. માટે અવ્યક્તવાળાને પણ કર્મ બંધાય. પરંતુ વ્યક્ત વિજ્ઞાનવાળાને ન થાય, એ વાત પણ બરાબર નથી. કારણ કે પાપકર્મથી અટકેલા નથી. તેમજ પચ્ચક્ખાણ કરેલા નથી માટે પ્રતિહત એટલે વિઘ્નકરેલ, પ્રત્યાખ્યાન એટલે પાપકર્મને નિયમિત કરેલ છે. જેમના વડે તે, તથા તેવા પ્રકારના નહીં અટકાયલા પચ્ચક્ખાણ વગરના, પાપ કર્મવાળા જીવો તેનો સદ્ભાવ હોવાથી એકેન્દ્રિય, વિકલેન્દ્રિય વગેરેને પણ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ યુક્તપણાથી તેનો સદ્ભાવ હોવાથી પ્રાણાતિપાત વગેરે દોષવાળા તેઓ ન કેમ થાય ? તેવા પ્રકારના દોષવાળા હોવાથી અવ્યક્ત વિજ્ઞાનવાળા હોવા છતાં પણ સ્વપ્ર વગેરે અવસ્થામાં પણ કર્મ બંધ થાય છે. જેમ વધ કરનારો અવસરને જોતો વધ યોગ્યને મુસીબત ન કરતો હોવા છતાં પણ અમિત્ર એટલે દુશ્મનરૂપ થાય છે. એ મારનારો પણ બાલ અસ્પષ્ટ જ્ઞાનવાળો નિવૃત્તિ પચ્ચક્ખાણ ન હોવાથી યોગ્ય રૂપે બધા પ્રાણિઓને મારનારો થાય જ છે. અને તેના નિમિત્તે કર્મના બંધથી બંધાય જ છે. આ પ્રમાણે મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહમાં પણ કહેવું. અને અપ્રતિહત પચ્ચક્ખાણની ક્રિયાવાળો આત્મા પાપાનુબંધિવાળો થઇ હંમેશા છ જીવનિકાયોની વિશેષ ભાવે મારવાની બુદ્ધિ પૂર્વક મનથી